સુશાસનના પાંચ વર્ષ શહેરી જનસુખારી દિન નિમિતે મોરબી જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

0
22



સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ અંતર્ગત મોરબી જિલ્લામાં  ‘‘શહેરી જન સુખાકારી દિવસ’’ નિમિતે મોરબીના ટાઉનહોલ ખાતે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા સાસંદશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકારના પાંચ વર્ષના હિસાબના લેખા જોખા જોવા માટે આપણે ભેગા થયા છીએ. મા ની ભૂમિકા અને નગરપાલીકાની ભૂમિકા એક સમાન જ છે. આપણી તમામ અપેક્ષા પુર્ણ કરવાની જવાબદારી નગરપાલીકાની છે. આપણે પણ નગરપાલીકામાં આપણાપણાનો ભાવ રાખવો જોઇએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી નાગરીકોના વિચારને આધારે મન કી બાત કહે છે. કાઉન્સીલોએ પણ પ્રજાના વિશ્વાનસને સાર્થક કરવો જોઇએ.

 

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતુ કે આપણે સૌનો સાથ સૌનો સહકાર માટે ભેગા થયા છીએ. લોકોના કામને વિકાસ આપવા માટે અને પડતર કામોના હિસાબ માટે આ કાર્યક્રમ યોજાયો છે.

 

 

શહેરી જન સુખાકારી દિન નિમિત્તે મોરબી જિલ્લાની તમામ નગરપાલીકાને જી.એમ.એફ.બી.ની ગ્રાન્ટ પેટે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને  હુકમ અને ચાવી એનાયત, તેમજ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ અને કેનાલ રોડ ઉપર ફૂટપાથ, સાઇકલ ટ્રેક અને બસ શેલ્ટરનું પણ ખાતમુહુર્ત  કરવામા આવ્યું હતુ.

કાર્યક્રમના પ્રારંભે મોરબી ચીફ ઓફીસરશ્રી ગીરીશકુમાર સરૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ મોરબી નગરપાલીકાના  ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. અને અંતે હળવદ ચીફ ઓફીસરશ્રી સંદિપસિંહ ઝાલાએ આભારવિધિ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત  સ્થળોએથી જીવંત પ્રસારણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટ સાસંદશ્રી મોહનભાઇ કુંડારીયા, મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગર પાલીકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, હળવદ નગરપાલીકાના પ્રમુખશ્રી રમેશભાઇ, મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા,  જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, મોરબી ચીફ ઓફીસરશ્રી ગીરીશકુમાર સરૈયા, હળવદ ચીફ ઓફીસરશ્રી સંદિપસિંહ ઝાલા, અગ્રણી સર્વેશ્રી અરવિદભાઇ, લાખાભાઇ, જયુભા જાડેજા સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here