રાજ્યમાં ગરીબ બાળકો ખાનગી શાળામાં ભણવા મજબૂર

0
23


રાજ્ય સરકાર ખુદ સરકારી શાળાઓ ખોલવામાં ઉદાસીનતા દર્શાવી રહી હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં એક વર્ષમાં ધોરણ 9 થી 12 ની એક પણ સરકારી કે ગ્રાન્ટેડ શાળા ખુલી નથી. ત્યાં તો બીજી બાજુ એક વર્ષમાં 65 ખાનગી નવી સ્કૂલોને મંજૂરી આપવામાં આવી છે. જેનાથી સ્પષ્ટપણે એવું દેખાઇ રહ્યું છે કે, સરકાર ખાનગીકરણને સતત પ્રોત્સાહન આપી રહી છે. સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલો ન ખૂલતા ગરીબ બાળકોને પણ ખાનગી શાળામાં ભણવા મજબૂર બનવું પડે છે.

થોડાંક દિવસ અગાઉ રાજ્યની સરકારી શાળાનો આવેલો નવો રિપોર્ટ જોઇને તો માથુ શરમથી નીચું નમી જશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ગુણોત્સવ અંતર્ગત સ્કૂલોના ગુણવત્તા અને સુવિધા આધારીત મૂલ્યાંકનમાં 30681 સ્કૂલોનો રિપોર્ટ જાહેર કરાયો હતો. જે અંતર્ગત જાણવા મળ્યું હતું કે, સરકારી સ્કૂલો સરેરાશ 57.84 ટકા પરિણામ સાથે B ગ્રેડમાં છે. જ્યારે રાજ્યમાં A પ્લસ ગ્રેડની માત્ર 14 જ સરકારી સ્કૂલો છે.સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0 નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સરકારના 9 વર્ષથી ચાલતા ગુણોત્સવ કાર્યક્રમ હેઠળ આ વર્ષે સૌથી ખરાબ પરિણામ જોવા મળ્યું હતું. 2010થી શરૂ થયેલા આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની સરકારી સ્કૂલોને બી ગ્રેડ મળ્યો છે અને સરેરાશ 57.84 ટકા પરિણામ નોંધાયું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here