ગુજરાત પ્રવાસન  નિગમના અણધડ વહીવટ :-સાપુતારા માં દૂર દુર થી મોન્સૂન ફેસ્ટિવલમાં આવેલા પ્રવાસીઓ રોષે ભરાયા

0
23


ડાંગ:- મદન વૈષ્ણવ

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે વરસાદી માહોલે વિરામ લેતા કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતા ઠેર ઠેર બખા થઈ જવા પામ્યા હતા.સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમમાં માત્ર 150 પ્રવાસીઓને જ પ્રવેશ આપતા બાકી રહેલ પ્રવાસીઓએ છેવટે ગેટ ઉપર હલ્લા બોલ કરતા ગુજરાત પ્રવાસન વિભાગનાં અણઘડ વહીવટની પોલમ પોલ ખુલી ગઈ હતી..
<span;>                             રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલે વિરામ લીધો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે વિરામ લેતા પ્રાકૃતિક સ્થળો ખીલી ઉઠ્યા છે.રવિવારે વિકેન્ડની રજાઓની મઝા માણવા માટે મોટી સંખ્યામાં સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટી પડતા ઠેરઠેર સ્થળોએ હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા.ગિરિમથક સાપુતારાનાં બોટીંગ,ટેબલપોઈંટ, સનસેટ પોઈંટ,સનરાઈઝ પોઈંટ,સ્વાગત સર્કલ સહીતનાં જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓ નાના મોટા અસંખ્ય વાહનોનાં કાફલા સાથે ઉમટી પડતા આ સ્થળોએ સમયાંતરે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.આ જોવાલાયક સ્થળોએ ખોટકાયેલા વાહનોને ખસેડીને સાપુતારા પોલીસનાં જવાનોએ ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી.વધુમાં 6ઠ્ઠી ઓગષ્ટથી પ્રારંભ કરાયેલ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમને માણવા માટે રવિવારે ડોમ નજીક પ્રવાસીઓની લાઈનો લાગી હતી.પરંતુ અહી મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા માત્ર 150 પ્રવાસીઓને જ પ્રવેશ આપતા બાકી ગેટ પાસે રાહ જોતા પ્રવાસીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી.ગુજરાત પ્રવાસન વિભાગનાં મંત્રી જવાહર ચાવડાએ મોટા નામ સાથે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ તો કરી દીધો છે.પરંતુ અહી માત્ર 150 પ્રવાસીઓને જ પ્રવેશ આપતા મનોરંજનથી વંચિત રહી જતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજનાં સુમારે મોન્સૂન ડોમમાં પ્રવેશ ન મળતા રઘવાયેલુ બનેલ સુરતનાં એક પ્રવાસી ગ્રુપે રકઝક પર ઉતરી ડોમમાં ઘુસી જતા આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી.અહી ગુજરાત પ્રવાસન વિભાગનાં અણઘડ આયોજનનાં પગલે મોટા ભાગના પ્રવાસીઓ મનોરંજનથી વંચિત રહેતા રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમની પ્રતિક્રિયા આપતા સુરતનાં પ્રવાસી સનીભાઈ બગડીયાએ જણાવ્યુ હતુ કે મોન્સૂન ફેસ્ટિવલને માણવા અમો પ્રથમ વખત આવ્યા છે.પરંતુ અહી પ્રવાસન વિભાગ દ્વારા માત્ર 150 વ્યક્તિઓને જ પ્રવેશ આપતા અડધાને પ્રવેશ મળે છે.જ્યારે મોટાભાગનાં પ્રવાસીઓ વંચિત રહી જાય છે.પ્રવાસન વિભાગ ઉદ્ઘાટન વેળાએ ભીડ એકત્રિત કરે છે.ત્યારે પ્રવાસીઓનાં હિતમાં પણ નિર્ણય લેવામાં આવે તે જરૂરી બની ગયુ છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here