લુણાવાડા ખાતે વિકાસ દિન નિમિત્તે મહાનુભાવોની ઉપસ્થિતમાં “આરોગ્ય સુખાકારી કાર્યક્રમ” યોજાયો

0
23આસીફ શેખ

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ,સૌના વિકાસના

કોરોના વોરીયર્સ અને સરપંચોનું સન્માન કરાયું

કોટેજ હોસ્પિટલ ખાતે PAS ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

લુણાવાડા,

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ,સૌના વિકાસના ઉપક્રમે ગુજરાત સરકારના પ્રગતિશીલ પારદર્શી સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના ૫ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજીત “વિકાસ દિવસ”નિમિત્તે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં બાવન પાટીદાર સમાજઘર ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો હતો.

સુશાસનના પાંચ વર્ષના અવસરે આજે લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રમીલાબેન ડામોર અને ધારાસભ્ય સર્વશ્રી સંતરામપુર કુબેરભાઇ ડિંડોર, લુણાવાડા જીગનેશભાઇ સેવક અને મોરવા હડફ નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં “વિકાસ દિન” નિમિત્તે સન્માનનો “આરોગ્ય સુખાકારી કાર્યક્રમ” યોજાયો હતો. આ પ્રસંગે ૪૧ કોરોના વોરીયર્સ, અને સો ટકા રસીકરણ કરેલ ૨૨ ગામોના ૧૪ સરપંચોનું સન્માન તથા કોટેજ હોસ્પિટલ ખાતે PAS ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હ્તુ.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું કે, જિલ્લા વહિવટી તંત્રએ લોકોની સુરક્ષા માટે કોરોનાકાળમાં કટીબધ્ધતાથી કામગીરી કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ આગોતરા આયોજનના કારણે જિલ્લામા છેલ્લા ઘણા સમય થી કોરોનાનો એક પણ કેસ નોંધાવા પામ્યો નથી. તેમ જણાવી આ સમયે એવા ગામો જ્યાં હજુ લોકોએ રસી લીધી નથી તેવા લોકોને જાગૃત કરી જિલ્લાને સંપૂર્ણ કોરોના મુક્ત બનાવવા અનુરોધ કર્યો હ્તો. વધુમાં કોરોના વોરીયર્સએ ધરતી ઉપરના ભગવાન છે એમ કહી તમામ આરોગ્ય વિભાગની ટીમોએ મહામારીના સમયમાં કરેલ પ્રસંશનીય કામગીરીને બીરદાવી હતી.

ધારાસભ્યશ્રી જીગનેશભાઇ સેવકે આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રે સંકલન સાધી કોરોના સમયે કરેલ કામગીરીની સરાહના કરતા જણાવ્યું હ્તું કે, એક સામાન્ય ડ્રાયવરથી લઇ ઉચ્ચ અધિકારી સુધીના તમામ લોકોએ આ આપત્તિ વેળાએ પોતાના જીવનની ચિંતા કર્યા વગર રાત-દિવસ એક કરી લોકોની સેવાનું માનવતાભર્યું કામ કર્યું છે. તેના માટે સૌ જિલ્લાવાસીઓ કોરોના વોરીયર્સના ઋણી રહેશે તેમ જણાવી કોરોનાની પહેલી લહેરથી લઇ આજ દિન સુધી જે રીતે જિલ્લાના લોકોને સ્વસ્થ કરી મહામારી માંથી ઉગારી લીધા છે તે માટે તેમણે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીનિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, કોરોનાએ વિકાસની ગતિને ધીમી જરૂર કરી હતી પરંતું સરકારે સમયસર પગલા લેતા અને વહીવટી તંત્રના સઘન પ્રયાસો સાથે રાજકિય, સામાજિક, શૈક્ષણિક સેવાભાવી આગેવાનો સહિત આમ લોકોએ પણ સંપૂર્ણ સહયોગ આપતા મર્યાદિત સાધન સામગ્રીમાં પણ આપણે સફળતાથી આ મહામારીને પાર કરી શક્યા છીએ. નિષ્ણાંતોએ વ્યક્ત કરેલ સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા જિલ્લા વહીવટી તંત્રે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે તેમ જણાવી સમગ્ર જિલ્લામાં સો ટકા રસીકરણ કરવા માટે લોક જાગૃતિ કેળવવાના સતત પ્રયાસો માટે તમામ વર્ગોને સહયોગ આપવા ભારપુર્વક અનુરોધ કર્યો હતો અને મહીસાગર જિલ્લો આગામી દિવસોમાં સંપૂર્ણ સુરક્ષિત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એસ.બી શાહે સ્વાગત પ્રવચન અને અધિક આરોગ્ય અધિકારીએ આભારવિધી કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ર્ડો. મનિષકુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણી,જિલ્લા અગ્રણીશ્રી દશરથભાઇ બારીયા સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપરાંત કોરોના વોરિયર્સ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here