હાલોલ: બધારપુરી ગામે બે સંતાનોની માતાએ પતિના ત્રાસથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ.

0
112


પંચમહાલ.હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ તાલુકાના બધારપુરી ગામે બે સંતાનોની માતાએ પતિના ત્રાસથી બાજ આવી પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના નાના ચાડવા ગામે રહેતા કલ્યાણસિંહ રતનસિંહ પરમારની દીકરી જ્યોતિકાબેન ના લગ્ન હાલોલ તાલુકાના બધારપુરી ગામે રહેતા જગદીશ ઉર્ફે મકલો રતિલાલ પરમાર સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ કર્યા હતા જ્યોતિકા બેન અને જગદીશભાઈ ના લગ્ન જીવનમાં બે બાળકો છે જગદીશભાઈ પોતાના ગામમાં અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોય તેમની પત્નીને વારંવાર મારઝૂડ કરી માનસિક ત્રાસ આપી મારે બીજા લગ્ન કરવા છે કેમ કહી ગૃહ કંકાસ કરતા હતા છેલ્લા સાત વરસ થી ચાલતા ગૃહ કંકાસ ને લઈ જ્યોતિકા બેન પોતાના પતિના ત્રાસથી વાજ આવી જઈ કંટાળી ગઈ પોતાના જ ઘરમાં પંખો લટકાવવાની હુક પર સાડીનો છેડો બાધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ અંગે જાણ જ્યોતિકા બેન ના પિતા ને છતાં તેના પિતા કલ્યાણસિંહ હાલોલ રૂરલ પોલીસે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here