મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે

0
22


મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રીશ્રીના હસ્તે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સીટીનું થનારૂં ખાતમુહૂર્ત

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં તા.૯ મી ઓગષ્ટ,૨૦૨૧ ને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નર્મદા જિલ્લામાં પરેડ ગ્રાઉન્ડ-પોલીસ હેડ કવાર્ટર, જીતનગર, રાજપીપલા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તથા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત યોજાશે ગુજરાતના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર “વિશ્વ આદિવાસી દિવસ” ના રાજ્યકક્ષાના આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યભરના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત વ્યકિતલક્ષી યોજનાઓ હેઠળ હળપતિ તથા વ્યકિતગત આવાસ યોજના, ધિરાણ યોજના, માનવ ગરિમા યોજના, વન ધન વિકાસ યોજના, કૃષિ કિટ્સ વિતરણ યોજના, ફોરેસ્ટ રાઇટ એકટ-૨૦૦૬ તથા સિકલસેલ તથા ટી.બી.ના દરદીઓને તબીબી સહાય યોજના હેઠળના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાશે. તદ્ઉપરાંત, આદિજાતિના અંદાજે ૫ (પાંચ) લાખ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂા.૮૦ કરોડના લાભો પણ અપાશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here