દાહોદ શહેરમાં રીધમ સોસાયટીમાં રહેતાં એક ૪૩ વર્ષીય ઈસમે અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

0
26


રિપોર્ટર. અજય.સાંસી

  • દાહોદ શહેરમાં રીધમ સોસાયટીમાં રહેતાં એક ૪૩ વર્ષીય ઈસમે અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે ત્યારે બીજી તરફ આ આત્મહત્યાને પગલે શહેરભરમાં અનેક તર્ક વિતર્કાે પણ જન્મ લીધો છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી આ ઈસમે ક્યાં કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું હશે? તેની તપાસમાં લાગી ગઈ છે.

આજરોજ તારીખ ૦૭મી ઓગષ્ટના રોજ વહેલી સવારના અગીયારેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાં આવેલ રિધમ સોસાયટીમાં રહેતાં ૪૭ વર્ષીય જયરાજભાઈ દત્તાલાલ અગ્રવાલ પોતાની પત્નિ સાથે વાતચીત કર્યાં બાદ પોતાના ઘરના એક ઓરડામાં પંખાની ઉપર સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ અંગેની જાણ પરિવારમાં થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર રવાના થઈ ગયો હતો અને મૃતકના મૃતદેહને પંખા પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની વાયુવેગ સમાચાર પંથકમાં ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ આત્મહત્યાને પગલે નગરજનોમાં તરેહ તરેહની ચર્ચાઓએ પણ જાેર પકડ્યું છે ત્યારે આ ઈસમે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે તો પોલીસ તપાસમાંજ બહાર આવે તેમ છે

આ સંબંધે મૃતકના ભાઈ રાજ દત્તાલાલ અગ્રવાલે દાહોદ શહેર પોલીસ મથકે જાણવા જાેગ આપતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here