રાજ્યકક્ષાની એથલેટીક્સ સ્પર્ધામાં મોરબીના મહિલા પોલીસકર્મીએ રનીંગ સ્પર્ધામાં ડંકો વગાડ્યો.

0
24


રિપોર્ટર:- મીત વ્યાસ

રાજ્યકક્ષાની એથલેટીક્સ સ્પર્ધામાં મોરબીના મહિલા પોલીસકર્મીએ રનીંગ સ્પર્ધામાં ડંકો વગાડ્યો

રાજ્યકક્ષાની સીનીયર બહેનો એથલેટીક્સ સ્પર્ધા ૨૦૨૧ હિમતનગર ખાતે યોજવામાં આવી હતી જેમાં મોરબીના મહિલા પોલીસ કર્મચારીએ દોડની બે સ્પર્ધામાં વિજેતા બનીને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની સીનીયર બહેનો એથલેટીક્સ સ્પર્ધા ૨૦૨૧ હિમતનગર ખાતે યોજાઈ હતી જેમાં મોરબીના મહિલા પોલીસ કર્મચારી ભૂમીબેન ભૂતે પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ૮૦૦ મીટર સ્પર્ધામાં દ્વિતીય ક્રમે જયારે ૪૦૦ મીટર સ્પર્ધામાં ત્રીજા ક્રમે તેઓ વિજેતા બન્યા છે ત્યારે મોરબી જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરા અને પોલીસ સ્ટાફે તેમને અભિનંદન પાઠવ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here