મોડાસા : ટ્રકમાં જુગારધામ, ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ટ્રકમાં જુગાર રમતા ૬ શકુનીઓને દબોચતી LCB પોલીસ, જુગારીઓનો નવો કીમિયો 

0
26અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મોડાસા : ટ્રકમાં જુગારધામ, ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ટ્રકમાં જુગાર રમતા ૬ શકુનીઓને દબોચતી LCB પોલીસ, જુગારીઓનો નવો કીમિયો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા ગુન્હેગારો સામે શખ્ત કાર્યવાહી કરવા જીલ્લા પોલીસતંત્રને કડક સૂચના આપવામાં આવતા જીલ્લા પોલીસતંત્રે બુટલેગરો અને જુગારીઓ પર તવાઈ બોલવી છે જુગારીઓ પણ પોલીસને થાપ આપવા અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરમા આવેલા ગરીબ નવાજ ચોક નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ટ્રકમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા ત્રાટકી ટ્રકમાં હારજીતની બાજી લગાવી બેઠેલા ૬ શકુનિઓને ૧૧ હજારથી વધુની રોકડ રકમ સાથે દબોચી લીધા હતા ટ્રકમાં ચાલતા જુગારધામમાં એક્ટિવા પર જુગારીઓ જુગાર રમવા આવતા બે એક્ટિવા પણ ઝડપી પાડી હતી. અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલાને મોડાસાના ગરીબનવાજ ચોક નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ટ્રકમાં રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળામાં જુગાર ધમધમતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારીત સ્થળે ત્રાટકી ટ્રક અને સ્થળને કોર્ડન કરી ટ્રકમાં જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડી દાવ પર લગાવેલ રૂ.૪૭૦૦  અને જુગારીઓ પાસેથી રૂ.૬૮૬૭ મળી આવ્યા હતા પોલીસે રોકડ રકમ , બે એક્ટીવા,૫ મોબાઈલ અને ટ્રક મળી કુલ રૂ.૧૦.૮૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ટ્રકમાં જુગાર રમતા મોડાસાના શકુનીઓ કોણ કોણ વાંચો

૧)રફીક ઉર્ફે ઘાટી યુનુસભાઈ ઇપ્રોલીયા (ગરીબ નવાજ સોસાયટી)

૨)ઇમરાન ઇબ્રાહીમભાઇ બાકરોલીયા (સમા સોસાયટી)

૩)મોયુદ્દીન ઇસ્માઇલભાઈ જેથરા (આસિયાન સોસાયટી)

૪)માસુમ યાકુબભાઈ ચગન (આસિયાના સોસાયટી)

૫)જાવેદ અબ્દુલરહેમાનભાઈ ગુજરાતી (આસિયાના સોસાયટી)

૬)ફેઝાન સલીમભાઈ કુરેશી ( ગરીબ નવાજ સોસાયટી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here