મોદી સરકારના મંત્રીનો ભારે વિરોધ, કાર પર લોકોએ ફેંક્યો કાદવ!

0
13


કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે શ્યોપુર પહોંચ્યા હતા. લોકોએ ફરિયાદ કરી કે પૂર પહેલા તેમને જાણ કરવામાં આવી નહતી. હવે પૂરમાં બધું જ બરબાદ થઈ ગયું છે. તોમર સામે રોષે ભરાયેલા નારાજ લોકો કેન્દ્રીય મંત્રીની કારની સામે પણ સૂઈ ગયા હતા. તેમને ઘેરી પણ લીધા હતા. કેટલાક લોકોએ તેની કાર પર કાદવ પણ ફેંક્યો હતો.

નરેન્દ્ર સિંહ તોમર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. શ્યોપુરના ગણેશ બજારમાં પહોંચતા જ પુરુષો અને મહિલાઓ રોષે ભરાયા હતા. વિરોધમાં લોકો મંત્રીની કાર સામે સૂઈ ગયા. તેમને ઘેરી પણ લીધા હતા. અંતે તોમર કારમાંથી નીચે ઉતર્યા અને લોકોની સમસ્યાઓ સાંભળી હતી.

લોકોએ આરોપ લગાવ્યો કે, જિલ્લા વહીવટીતંત્રે પૂર અંગે સમયસર જાણ કરી ન હતી. જેને કારણે ઘણું નુકસાન થયું છે. નિયમો અનુસાર વહીવટીતંત્રે આ બાબતે જાણ કરવી જોઈતી હતી. પૂર આવ્યા બાદ વીજળી ડૂલ થઈ ગઈ હતી. સંદેશાવ્યવહાર સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર રાહત પહોંચાડવાને બદલે મનમાની કરતા લોકો વધુ રોષે ભરાયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here