હાલોલ:-જીઆઇડીસીમા આવેલી કંપની માથી પ્લાસ્ટિકના દાણા ભરેલા 74 બેગની ચોરી થતા પોલીસ ફરિયાદ

0
44


પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ જીઆઈડીસી માં આવેલ પ્લાસ્ટિક ઝબલા નું ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીઓ દ્વારા કંપની ના રૂપિયા ૨,૧૩,૯૩૪/- ના પ્લાસ્ટીકના દાણાની ૭૪ બેગની ચોરી કરી અન્ય જગ્યાએ વેચી દેતા કંપની માલિકે કંપનીના બે કર્મચારીઓ સામે ચોરી કર્યા અંગેની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ જીઆઇડીસીમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં પ્લાસ્ટિકના ઝબલાં ઉત્પાદન થાય છે. જેને લઇ કંપનીના માલિક ઝબલા બનાવવા માટે પ્લાસ્ટીકના દાણાની ખરીદી કરી ગોડાઉનમાં રાખતા હતા. છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિકના દાણા નો ઉપયોગ થતો હોય તેના કરતા ઉત્પાદન ઓછું થતું. હોવાને કારણે કંપનીના માલિક રમણભાઈ મારુ રહે.હાલોલ ને શંકા જતા તમને  વોચ રાખી હતી. દરમિયાન ચોથી ઓગસ્ટના રોજ વહેલી સવારે કંપની ની બાજુમાં આવેલી ચાની લારી પર ઉભા રહી તપાસ કરતા જાણવા મળ્યું હતું. કે કંપનીના સુપરવાઇઝર કનુભાઈ ભાવાજી  માળી તથા દશરથભાઈ ઉકાજી માળી ના ઓ એ વહેલી સવારે પ્લાસ્ટિકના દાણા નો ટેમ્પો ભરાયો હતો. જેથી કંપનીના માલિકે ટેમ્પા ચાલક અને તેના માલિકને શોધી કાઢી તપાસ કરતા માલુમ પડ્યું હતું. કે આ બંને કર્મચારીઓએ અલગ અલગ દિવસે પ્લાસ્ટીકના દાણાની ૭૪ બેગ જેની કિંમત રૂપિયા ૨,૧૩,૯૩૪/ રૂપિયાનો જથ્થો કંપનીમાંથી કાઢી અન્ય જગ્યાએ વેચી દેવાનું જાણવા મળ્યું હતું. જેથી કંપની માલિક આ બંને ની સામે હાલોલ પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here