ભુજ સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકારોની બેઠકમાં “પ્રેસ ક્લબ ભુજ” સંગઠનની રચના કરવામાં આવી

0
23


બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : મનીષ ઠક્કર

ભુજ સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકારોની બેઠકમાં “પ્રેસ ક્લબ ભુજ” સંગઠનની રચના કરવામાં આવી

આજરોજ ભુજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર મિત્રોની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વરિષ્ટ તેમજ નવોદિત પત્રકારો હાજર રહ્યા હતા. મિટિંગના એજન્ડા પ્રમાણે ‘પ્રેસ ક્લબ ભુજ’ નામના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ સંગઠન પત્રકારોને પડતી મુશ્કેલીઓ અને હક્કો માટે લડવા માટે બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં ઘટિત અમુક બનાવોમાં સરકારી એજન્સીઓ અને રાજકીય પક્ષો દ્વારા પત્રકાર મિત્રોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, જેની વિરુદ્ધ પત્રકારો આજે એકજૂટ થયા હતા અને ભવિષ્યમાં આવું સાંખી નહીં લેવાય તેવો સૂર પત્રકારોએ ઉચ્ચાર્યો હતો. પ્રજા અને સરકાર વચ્ચેના અતિમહત્વના માધ્યમ તરીકે પત્રકારોનું માન જળવાવવું જ જોઈએ અને પત્રકારત્વની ગરિમાને લાંછન લગાડનાર તત્વોને ડામવા જોઈએ તે માટે આ સંગઠન કાર્યરત રહેશે.

આવનારા દિવસોમાં સંગઠન દ્વારા સમિતિની રચના કરવામાં આવશે જે આ ક્લબ સાથે જોડાયેલા પત્રકારોનું પ્રતિનિધિત્વ કરશે તેમજ સંગઠન દ્વારા પત્રકાર મિત્રો માટે ઉભું થનારા વેલ્ફેર ફંડનું નિયમન પણ કરશે. પત્રકારોને આકસ્મિક પડતી આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે આ વેલ્ફેર ફંડ ઉભું કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો જેને સૌ પત્રકારોએ વધાવ્યો હતો.

બેઠક દરમ્યાન નાના-મોટા દરેક સભ્યોને પોતાના મંતવ્ય રજૂ કરવાનો મોકો મળ્યો હતો જેમાં અનેક પત્રકારોને લગતા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમુક વ્યક્તિઓ અમે સંગઠનો દ્વારા ખોટા આવેદનો અને સમાચારો આપી પત્રકાર જગતનો ખોટો લાભ લેતા હોવાની ચર્ચા પણ થઈ હતી અને આમ અટકાવવા જરૂરી પગલાં લેવા એકમત થયા હતા. તેમજ ખાસ કરીને નવોદિત પત્રકારોને મદદરૂપ થવા માટે સંગઠને તાત્પર્યતા બતાવી હતી. અને ભવિષ્યમાં સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવા નેમ લીધી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here