કાલોલ તાલુકાના રાબોડ ગામની સીમમાં જુગાર રમતા ખાનદાન નબીરાઓ સહિતના સાત જુગારીઓ ઝડપાયા

0
21


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલના સિનિયર પીએસઆઇ એમકે માલવીયા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમી મળેલ કે રાબોડ થી ઉતરેડિયાતરફ જવાના રસ્તા ઉપર સીમમાં ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો પાના પત્તાનો હારજીતનો જુગાર પૈસાથી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા કેટલાક ઇસમો ગોળ કુંડાળું કરી કંઈક રમી રહ્યા હોવાનું જણાયુ હતુ પોલીસને જોતા નાસભાગ મચી જવા પામી હતી પોલીસે દોડીને ઘટના સ્થળ ઉપરથી (૧) સચિનભાઈ રાજુભાઇ પરમાર (૨) જયેશભાઈ રમેશભાઈ પટેલ (૩) નિલેશભાઈ પરીમલભાઈ પટેલ(૪) પંકજકુમાર કનુભાઈ પટેલ(૫)મહેશભાઈ છત્રસિંહ સોલંકી(૬)તેજસ હસમુખભાઈ પટેલ(૭)પાર્થકુમાર દીપકભાઈ પારેખ એમ સાત ઈસમોને ધટના સ્થળે થી ઝડપી લીધા હતા જયારે બે ઈસમો નાસી છૂટવામાં સફળ નીવડેલા તેઓની અંગજડતી કરતા રૂ ૭,૨૧૦/અને જૂગાર પરના રૂ ૪,૧૭૦/ કુલ મળીને રૂ ૧૧,૩૮૦/ કબજે કરી ભાગી છુટેલા ઈસમો વિષે પુછતા (૮) હરનિશ ઊર્ફે બોબી પ્રધ્યુમન પટેલ તથા (૯) અરવિંદભાઈ ઊર્ફે નાનોકોઠી શંકરભાઈ સોલંકી એમ કુલ મળીને નવ ઈસમો સામે કાલોલ પોલીસે જુગારધારા મુજબ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here