પડતર મંગણીઓને લઈ નર્મદા જિલ્લામાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

0
22


પડતર મંગણીઓને લઈ નર્મદા જિલ્લામાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

રાજપીપળા : જુનેદ ખત્રી

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માના શિક્ષકોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈ હવે આંદોલનનો મૂડ બનાવ્યો છે. નર્મદા જિલ્લા માધ્યમિક અને ઉ.મા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્ય ભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.મા. શાળાના શિક્ષકો વર્ષોથી તેમની પડતર માંગણીઓ પૂર્ણ થાય તે માટે સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે. છતાં પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવી. સાતમા પગારપંચના તફાવતના બાકી હપ્તા ચૂકવવા. બિન શરતી ફાજલ શિક્ષકોના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા. સીપીએડ અને વર્ધિત પેંશન યોજના નાબૂદ કરી જીપીએફ અને જૂની પેંશન યોજનાનો અમલ કરવાના યક્ષ પ્રશ્નોના નિરાકરણ ન આવતા શિક્ષકો ગરમાયા છે. ઉજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ અને ગુજરાત રાજ્ય ઉ.મા શિક્ષક સંઘ મહામંડળે રાજ્ય વાપી આંદોલનની શરૂઆત કરાવી છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા માધ્યમિક અને ઉ.મા શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી કલેકટર કચેરી સામે મૌન ધરણા કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરવા છતાં નિર્ણય ન લેવાય તો રાજ્યભરના શિક્ષકો સાથે ભરૂચના શિક્ષકો પણ ગાંધીનગર કૂચ કરશે તેવું જાણવા મળી રહ્યું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here