ગુજરાતમાં શિક્ષકોનું આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યુ:-ડાંગ જિલ્લામાં ધરણા પ્રદર્શન

0
23ડાંગ:- મદન વૈષ્ણવ

ગુજરાતમાં શિક્ષકોનું આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યુ:-વણઉકેલ્યા વિવિધ પડતર પ્રશ્નોનાં નિરાકરણ બાબતે ડાંગ જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા પ્રદર્શન કર્યા હતા..

પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોનાં વણ ઉકેલ્યા પ્રશ્નોમાં પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી.સાતમા પગાર પંચનાં તફાવતનાં બાકી હપ્તાઓ રોકડમાં તાત્કાલીક ચૂકવી આપવા.બિનશરતી ફાજલનાં કાયમી રક્ષણના પરીપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા.સી.પી.એફ. વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી.પી.એફ.અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવો.જે પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા  શિક્ષકોનું આંદોલન બીજા તબક્કામાં પોહચ્યુ છે.ત્યારે ડાંગ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ખુશાલભાઈ વસાવા અને મહામંત્રી રણુભાઈ બરાળેએ જણાવ્યુ હતુ કે અમારા અનુદાનિત ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોનાં પડતર પ્રશ્નો બાબતેની શિક્ષણ વિભાગમાં વારંવારની રજૂઆતો પછી પણ મહત્વના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગત તારીખ 20મી જુલાઈનાં રોજ દરેક જિલ્લાઓમાં ક્લેક્ટર,જિલ્લા શિક્ષણાધિકારી,સંસદસભ્ય, ધારાસભ્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.તેમછતાં પણ આજદિન સુધીમાં એક પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજરોજ દરેક જિલ્લામાં વહીવટીતંત્રની મંજૂરી લઈને મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.ડાંગ જિલ્લામાં મહામંડળનાં આદેશ મુજબ મૌન ધરણા કાર્યક્રમ અંતર્ગત દરેક અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષકોએ શિક્ષણકાર્ય કરાવી વિરોધ પ્રદર્શન નોંધાવ્યુ હતુ…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here