તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવલીયા ચોકડી ખાતે જન અધિકાર અભિયાન અંતર્ગત રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

0
22






તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવલીયા ચોકડી ખાતે જન અધિકાર અભિયાન અંતર્ગત રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

  1. રિપોર્ટર વસીમ મેમણ તિલકવાડા

હાલમાં ગુજરાત સરકાર ના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા તરીખ નવ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમનો વિરોધ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક કાર્યક્રમ નો વિરોધ કરતા વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજ રોજ તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા દેવલ્યા ચોકડી ખાતે વિશાળ રેલી યોજી ને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વોરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા ની સૂચના અનુસાર નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજ રોજ તિલકવાડા તાલુકાના દેવલ્યા ચોકડી ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર ભાઈ વાળંદ ની આગેવાનીમાં અને તિલકવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ભીલ અને માજી તાલુકા પ્રમુખ કપૂરભાઈ ભીલ ની દેખ રેખ હેઠળ દેવલીયા ચોકડી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિશાળ રેલીનું આયોજન કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ રેલીમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકર્તાઓ સહિત તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હનીફભાઈ ઘોરી જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા મલંગસાબ રાઠોડ માજી બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રોહિત રમેશભાઈ વસાવા રહેમતુલલખાન ઘોરી સહિત તાલુકા કોંગ્રેસ સમિતિ ના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને ઉગ્રવિરોધ નોંધાવ્યો હતો

આ રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here