રાજ્યમાં મળી આવ્યા ડેલ્ટા વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસ

0
25


કોરોનાની બીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. તેવામાં વડોદરામાં ડેલ્ટા વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસો નોંધાયા છે. બંને જણા 15 દિવસ માટે કેરળ ગયા હતાં. જ્યાંથી પરત આવ્યા બાદ બંનેની તબિયત લથડી હતી. વડોદરામાં આવેલી SSG હોસ્પિટલમાં 2 દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમનામાં ડેલ્ટા વેરિઅન્ટના લક્ષણો જોવા મળ્યાં છે.

આ વાતને લઈને જિલ્લામાં ભારે હડકંપ મચી ઉઠ્યો છે. જેના કારણે તેઓના સેમ્પલ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. જે બે દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો મળી આવ્યાં છે. તે બે દર્દીઓ 15 દિવસ પહેલાં કેરળ ફરવા માટે ગયા હતાં. જેથી એવી આશંકા છે કે તેઓ કેરળથી સંક્રમિત થઈને આવ્યાં હતાં.
હાલમાં તો બંને દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર છે. પરંતુ ડેલ્ટા વેરિઅન્ટની આશંકાને લીધે હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હાલ કેરળમાં કોરોનાના કેસમાં સખત ઉછાળો આવ્યો છે. તેમાં પણ બે દર્દીઓ ત્યાંથી જ આવ્યાં છે. આ સાથે જ તેમનામાં શંકાસ્પદ ડેલ્ટા વેરિઅન્ટના કેસ મળી આવતા વડોદરામાં હડકંપ મચી ઉઠ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here