બેકાબૂ ટ્રક ઝૂંપડાંમાં સૂતા લોકો પર ચડી જતાં 8નાં મોત, 4થી વધુ ગંભીર

0
23






અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાતે 3 વાગ્યા આસપાસ ગોજારો અકસ્માત સર્જાયો છે. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તેમણે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને તેમનાં પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

મહુવા તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એ ઝૂંપડાં તરફ ધસી ગઈ હતી અને ત્યાર બાદ 8 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડાં બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here