મોરબી સેન્ટ્રો કારમાં છુપાવી દારૂનું વેચાણ કરતા શખ્સને એલ સી બી એ ૪૫ બોટલ સાથે ઝડપી લીધો.

0
40રિપોર્ટર:- મીત વ્યાસ

મોરબી સેન્ટ્રો કારમાં છુપાવી દારૂનું વેચાણ કરતા શખ્સને એલ સી બી એ ૪૫ બોટલ સાથે ઝડપી લીધો

સપ્લયારનું નામ ખુલતા તેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી આરંભી.

મોરબી એલસીબી ટીમે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દરોડો પાડી ૧,૬૩,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દરોડો પાડી સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂનું વેચાણ કરતા શખ્સને ૪૫ બોટલ દારૂ તેમજ ગાડી મળી કુલ ૧,૬૩,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં સરકારી સ્કુલની બાજુમાં સેન્ટ્રો કારમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડતા આરોપી સુરેશ ભુપતભાઈ રાઠોડ (રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી, સરકારી સ્કૂલની બાજુમાં, મોરબી-૨, મૂળ રહે. કંથારીયા, તા.ચુડા, જી.સુરેન્દ્રનગર) સેન્ટ્રો કાર સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે દરોડા દરમિયાન સેન્ટ્રો કારની તલાસી લેતા પાછળની સીટ નીચે તેમજ આગળ હેન્ડ બ્રેક પાસે ચોરખાનામાં છુપાવેલો અલગ-અલગ બ્રાન્ડનો ૪૫ બોટલ દારૂ કિંમત રૂપિયા ૧૩,૫૦૦ મળી આવ્યો હતો.
વધુમાં પોલીસે આરોપી ભૂપતની પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો નરેન્દ્રસિંહ જાડેજા (રહે. ધાણીસર, તા. રાપર, જી. ગાંધીધામ) પાસેથી ખરીદ કર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે સેન્ટ્રો કાર અને વિદેશી દારૂનો જથ્થા સહીત કુલ રૂપિયા ૧,૬૩,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી ભુપત રાઠોડને બી ડિવિઝન હવાલે કરી ફરિયાદ નોંધાવી દારૂ સપ્લાયર નરેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here