મોરબીમાં રાષ્ટ્રગાન કરતા વિડીયો સાથે ચિત્ર-સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું.

0
40


રિપોર્ટર:- મીત વ્યાસ

મોરબીમાં રાષ્ટ્રગાન કરતા વિડીયો સાથે ચિત્ર-સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું

જયભારત જય વિજ્ઞાન સહ ઉપરોક્ત વિષય સંદર્ભે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લા માં કાર્યરત છે
આઝાદી ની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદી નો અમૃત મહોત્સવ ” માં રાષ્ટ્ર ગાન કરતાં વિડીયો અને ચિત્ર – સ્લોગન” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં (કોરાં કાગળ ) ડ્રોઈંગ સીટ (2×1 ફુટ) માં આપણાં રાષ્ટ્રધ્વજ ને સુંદર કલર થી દોરી નીચે સુંદર અક્ષરો માં કેટેગરી મુજબ સ્લોગન લખી સૌથી નીચે સ્પર્ધક નું નામ લખી ચિત્ર નો ફોટા પાડી સાથે સ્પર્ધકોએ રાષ્ટ્રગાન કરતાં વિડીયો બનાવો. ચિત્ર સ્લોગન નો ફોટો તથા રાષ્ટ્રગાન કરતાં બનાવેલ વિડીયો બન્ને એલ.એમ.ભટ્ટ મો. 98249 12230 / 87801 27202 , દિપેન ભટ્ટ મો. 97279 86386 દર્શાવેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર મોકલી આપો
(કેટેગરી-1) (ધોરણ1 થી 4) ચિત્ર સ્લોગન “મેરા ભારત મહાન”, (કેટેગરી-2) (ધોરણ 5 થી 8) સ્લોગન ” જય જવાન જય કિસાન”, (કેટેગરી-3) (ધોરણ 9 થી 12) સ્લોગન “સ્વચ્છ આચાર રોગ લાચાર”, (કેટેગરી-4) (કૉલેજ નાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો, તજજ્ઞો તથા વાલીઓ) સ્લોગન “આઝાદી અમર રહો” અખંડ ભારત શ્રેષ્ઠ ભારત”


આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતાં બધાંજ સ્પર્ધકોએ પોતે દોરેલાં ચિત્રને “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી રુમ નં.202 ખાતે રજુ કરવાનાં રહેશે. બધાં જ સ્પર્ધકો ને પ્રમાણપત્રો તથા શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદ થયેલ ચિત્રો ને પ્રમાણપત્રો સાથે સિલ્ડ આપવામાં આવશે.
આ સ્પર્ધાની છેલ્લી તારીખ 15/8/2021 રાત્રે 9=00સુધીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here