ધોરણ બારની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારનાર ભાજપ કાર્યકરની ધરપકડ

0
43


સુરતના ઉધનામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપસર ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલની પોલીસે ધરપકડ કરી છે..વિશાલે વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ મળવાના બહાને બોલાવીને ચોરીછૂપીથી ફોટો અને વિડીયો ઉતારી લીધો હતો.

જોકે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. વિશાલ  ઉર્ફે ભૂષણ પાટીલે પીડિયા પાસેથી 20 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા..ઉધના પોલીસે દુષ્કર્મ, પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠલ ગુનો નોંધ્યો છે..આરોપી પર અગાઉ અન્ય એક યુવતી સાથે પણ શારીરિક છેડતી કર્યાનો આરોપ લાગી ચુક્યો છે.

ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી મળવાને બહાને બોલાવી ચોરી છુપીથી ફોટો અને વીડિયો ઉતારી લીધો હતો જેના આધારે બ્લેકમેલિંગ કરતો હતો ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો.વીડિયો અને ફોટોગ્રાફ્સના આધારે તે વિદ્યાર્થિનીનું બ્લેકમેલિંગ પણ કરતો હતો.તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ પણ ગુજાર્યુ હોવાનો આક્ષેપ લાગ્યોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here