રાજપીપળા પાસે જીતનગર ખાતે આશરે ૨૧૧.૯૩ કરોડ ના ખર્ચે નિર્માણ થનાર બિરસમુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી નું મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત

0
21રાજપીપળા પાસે જીતનગર ખાતે આશરે ૨૧૧.૯૩ કરોડ ના ખર્ચે નિર્માણ થનાર બિરસમુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી નું મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત

રાજપીપળા : જુનેદ ખત્રી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં પરેડ ગ્રાઉન્ડ-પોલીસ હેડ કવાર્ટર, જીતનગર, રાજપીપલા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તથા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી

આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સ્થાપિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ના કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે આશરે ૨૧૧.૯૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ૩૯ એકર જમીન સરકાર દ્વારા ફળવામાં આવી છે જેમાં ઓડિટોરિયમ, લાયબ્રેરી, બોયઝ ગર્લ હોસ્ટેલ, ભોજનાલય , સ્ટાફ કવટર્સ, કુલપતિ નિવસ્થાન થી સજ્જ હશે આ યુનિવર્સિટી નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શાશોકત મનત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરાયું હતું

બિરસમુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ની જોગવાઈ વર્ષ ૨૦૧૯ ના બજેટમાં કરાઈ હતી જેની વહીવટી મંજૂરી ૧૭/ ૦૯/ ૨૦૨૦ ના રોજ આપવામાં આવી , આશરે બે વર્ષ કામ પૂર્ણ થતાં લાગશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here