કાલોલ નગરના આગેવાન ની ઘરે મહીલા નો હલ્લાબોલ પોતાને પત્ની તરીકે રાખવા નુ વચન આપ્યાનો દાવો.

0
47


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ નગરમાં રહેતા અને સરકારી ઈજારાના કામો કરતા એક વેપારી ના ઘર મા રવિવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે એક સ્વરૂપવાન મહિલા પોતાની સાથે ચારેક વર્ષનું બાળક લઈ સાથે એક મહિલાને પણ સાથે રાખી ફોરવીલ ગાડી માં આવી આ આગેવાનના ઘર પાસે ધમાલ મચાવી દીધી હતી પોતે પરણિત હોવા છતાં કાલોલ નગર ના આ આગેવાન વેપારી એ આ મહિલાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને જો મહિલા ના ઘર માથી તેણીને કાઢી મુકવામાં આવશે તો પોતે તેને અપનાવી લેશે તેવી વાતો કરી હોવાનું મહિલા દ્વારા જાહેરમાં ઉચ્ચારણો કરાતા હાજર રહેલ લોકોમાં ભારે આશ્ચર્ય વ્યાપી ગયું હતું ઉલ્લેખનીય છે કે કાલોલ નગર મધ્ય મા આવેલા એક ફળિયામાં સાંજના સુમારે બે મહિલા પોતાની સાથે નાનકડુ બાળક લઈ પોતે અહીંયા રહેવાની છે તેવી વાતો કરી ફળિયાના કેટલાક ઘરોમાં પણ પોતાની આપવીતી કરતા સ્થાનિક રહીશોમાં ભારે ચર્ચાઓ જામતા લોકટોળા એકત્ર થયા હતા મળતી માહિતી મુજબ મહિલા એસા છે લાવેલું બાળક પણ આ વેપારી નું હોવાનો દાવો કર્યો છે. વેપારીના ઘર નજીક લોકટોળા ઉમટી પડયા હતા. મહિલાએ પોતે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનિય છે કે કાલોલના આ વેપારી પાલીકા માં પણ અગાઊ ચૂંટાયેલા હતા અને ભાજપ સાથે સંકળાયેલા હોવાથી શહેર ભાજપ નો પણ હોદ્દો ધરાવતા હતા પરંતુ રવિવારના બનાવે તેઓની આબરૂ ની ઘુળ ઘાણી થઈ જવા પામી હતી. પોતે પરણિત અને સંતાનો સાથે સુખી પરિવાર ધરાવતા માણસ પણ આવુ હિન કૃત્ય કરી બેસે તે બાબતે સ્થાનિકો એ પણ ફિટકાર વરસાવ્યો હતો. આંતરીક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેપારી પોતે રંગીન મિજાજી વ્યક્તિત્વ ધરાવતા હોવાથી ઘણી વખત ચર્ચામાં રહે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here