વિશ્વ આદિવાસી દિવસે ડેડીયાપાડા ધારાસભ્ય સહિત ૧૬ લોકો વિરુદ્ધ રેલીમાં કોરોના ગાઈડલાઇન ભંગ બદલ ફરિયાદ

0
390


વિશ્વ આદિવાસી દિવસે ડેડીયાપાડા ધારાસભ્ય સહિત ૧૬ લોકો વિરુદ્ધ રેલીમાં કોરોના ગાઈડલાઇન ભંગ બદલ ફરિયાદ

રાજપીપળા : જુનેદ ખત્રી

ડેડીયાપાડામાં વિશ્વ આદીવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે 400 લોકોની મંજૂરી સામે 1600 લોકોની જન મેદની એકત્ર કરવા બદલ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા સહિત બિટીપીના અન્ય આગેવાનો મળી કુલ 16 લોકો વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં કોરોના ગાઈડલાઇનના ભંગ બદલ ગુનો દાખલ થતાં ખળભળાટ મચ્યો છે.

ગુજરાતના આદીવાસી વિસ્તારમાં 9 મી ઓગષ્ટ 2021 ના રોજ વિશ્વ આદીવાસી દિવસની ધામ ધૂમથી દિવસની થઈ હતી.રાજપીપળા નજીક જીતનગર પોલીસ હેડ કવાટર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વિજય રૂપાણીના કાર્યક્રમની સમાંતર જ નર્મદા જિલ્લાના અન્ય તાલુકાઓમાં વિવિધ આદીવાસી સંગઠનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.

હવે આ તમામની વચ્ચે ડેડીયાપાડામાં કથિત રૂપે બિટીપી એ વિશ્વ આદીવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ડીજેના તાલ સાથે જંગી રેલી કાઢી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.જો કે ડેડીયાપાડાનો જંગી મેદની વાળો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.એક બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ સંપન્ન થયો તો બીજી બાજુ ડેડીયાપાડા પોલીસ એક્શનમાં આવી હતી અને ડેડીયાપાડા રેલીના મુખ્ય સંચાલક સહિત ડેડીયાપાડા ધારાસભ્ય સહિત 16 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ત્યારે એમ જરૂર કહી શકાય કે બિટીપી ને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કથિત રૂપે કરેલું શક્તિ પ્રદર્શન ભારે પડી ગયું હતું.

◆ ડેડીયાપાડા પોલીસે કોની કોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો ?

(1) વિક્રમ મોતીસિંગ વસાવા
(2) મહેશ છોટુભાઈ વસાવા (ડેડીયાપાડા MLA)
(3) ચૈતરભાઈ દામજીભાઈ વસાવા (નર્મદા જિલ્લા BTP પૂર્વ પ્રમુખ)
(4) દેવેન્દ્ર જેઠાભાઈ વસાવા
(5) જગદીશ મંછીભાઈ વસાવા
(6) કે મોહન આર્ય (BTP આગેવાન)
(7) બહાદુર દેવજીભાઈ વસાવા (નર્મદા જિલ્લા BTP પ્રમુખ)
(8) ધર્મેન્દ્ર શુક્લભાઈ વસાવા
(9) મહેશ ગેબુભાઈ વસાવા (BTP આગેવાન)
(10) દિનેશ ઉબડીયા વસાવા
(11) મગન પોહના વસાવા
(12) માધવ અમરસિંગ વસાવા
(13) બીપીન રામસિંગ વસાવા
(14) નિશાર ચિરાગ કુરેશી
(15) નરપત પારસિંગ વસાવા
(16) મગન ખેતીયા વસાવાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here