ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન અંતર્ગત સાપુતારા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું

0
25


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં આગેવાનોએ જન અધિકાર અભિયાન અંતર્ગત આજરોજ ગિરિમથક સાપુતારા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યુ હતું

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલને જો અંકુશમાં ન લેવામાં આવે તો કોરોનાની ભયંકર ત્રીજી લહેરની નોબત આવશે-સ્નેહલ ઠાકરે કાર્યકરી પ્રમુખ ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિ..

પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપા સરકારનાં સુશાશન ઉત્સવનાં આઠ દિવસ પૂર્ણ થયા છે.તો બીજી તરફ ભાજપાનાં સુશાસન ઉત્સવનાં વિરોધમાં કૉંગ્રેસ પક્ષ વિવિધ મુદાઓ સાથે આઠ દિવસથી પ્રદર્શન યોજી રહ્યુ છે.ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી દ્વારા આજરોજ જન અધિકાર અભિયાન અંતર્ગત સાપુતારાનાં સ્વાગત સર્કલ પાસે વિરોધ પ્રદર્શન નોંધાવ્યુ હતુ. ડાંગ કૉંગ્રેસનાં સાપુતારા ખાતે યોજાયેલ જનઅધિકાર અભિયાનમાં કૉંગ્રેસી આગેવાનોએ વિવિધ પોસ્ટરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.સાપુતારા ખાતે જન અધિકાર અભિયાન અંતર્ગત વિરોધ કરી રહેલ તમામ કોંગ્રેસી આગેવાનોની સાપુતારા પોલીસની ટીમે અટકાયત કરી હતી.સાપુતારા ખાતે જન અધિકાર અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરી રહેલ ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેએ જણાવ્યુ હતુ કે હાલમાં ડાંગ જિલ્લો કોરોનામુક્ત જિલ્લો છે.તેમ છતાંય સરકાર ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનાં મેળાવડાને ઉત્તેજન આપી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રિત કરી રહી છે.ડાંગ જિલ્લામાં વધુ પડતા પ્રવાસીઓનાં આવાગમન અને મોન્સૂન ફેસ્ટિવલનાં કારણે જો ત્રીજી લહેરની દહેશત ઉભી થશે તો જવાબદાર કોણ જિલ્લા વહીવટી તંત્ર કે સરકાર.વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે આવનાર દિવસોમાં જો વહેલી તકે વહીવટી તંત્ર મોન્સૂન ફેસ્ટિવલ ઉપર અંકુશ ન લાવે તો કૉંગ્રેસ પાર્ટી જલદ કાર્યક્રમો યોજશેની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here