મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના 23 તળાવો ભરવા માટે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું

0
24


મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાનાં ૨૩ તલાવો ભરવા માટે આજ રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ જિગ્નેશભાઈ સેવકના હસ્તે પાણીના વધામણાં કરવામાં આવ્યા.

 

સંતરામપુર ::અમિન કોઠારી

 

 

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કુલ ૨૩ તળાવો ભરવા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાના વિકાસના કામોની મંજૂરી આપી આજ રોજ એક સાથે કેટલાય સ્થળે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાની સુજલામ સુફલામ સ્પ્રેન્ડીગ કેનાલ હેઠળ આ તળાવો ભરવાની કામગીરી કરવામાં આવી હતી છે જેમાં ૨૪ કિલો મીટર સુધીની અંડર પાઇપ લાઇન કરી કુલ ૫૭.૫૯ કરોડની રકમ દ્વારા પાણીનું સ્થર નીચે ગયેલ તમામ તળાવો ભરવામાં માટેની મંજૂરી આપી હતી જે થકી પશુઓ તેમજ ખેતીને લાભ થશે તેમજ બાકીના તાલુકાઓ માં પણ પાઇપ લાઇન કરી તળાવ ભરવાની કામગીરી હાથ ધરશે ત્યારે આજ રોજ નરોડા ગામના પદેડી તળાવને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ તાલુકા ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક દ્વારા પાણીના વધામણાં કરી પાણી તળાવમાં છોડવામાં આવ્યું હતું.

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here