મોરબી ની બી.એડ કોલેજ દ્વારા યોજાઇ મોરબી બી.આર.સી ની પ્રેરણા મુલાકાત

0
47મોરબી જેવા વાઇબ્રન્ટ તાલુકા ના બ્લોક રિસોર્સ સેન્ટર માં શિક્ષણ ની અનેકવિધ પ્રવૃતિઓ અને તાલીમ કાર્યક્રમો યોજાતા હોય છે. જે અંતર્ગત બી.આર.સી કો ઓર્ડીનેટર અને સી.આર.સી કો.ઓર્ડીનેટર અને બ્લોક MIS , BRP ના રોલ ખૂબ જ મહત્વના રોલ ધરાવે છે. જે અંતર્ગત બી.એડ.ના તાલીમાર્થીઓ ને પણ બી.આર.સી ભવનની કામગીરી તેમજ તેના અલગ અલગ વિભાગો નો પરિચય મળી રહે એ માટે ઓમ વિદ્યાવાસીની બી.એડ. કોલેજ અને શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ કોલેજ દ્વારા દેશ ના ભાવિ શિક્ષકો એવા તાલીમાર્થીઓને રૂબરૂ માર્ગદર્શન મળે એ માટે ભવન ની રૂબરૂ મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.


સી.આર.સી કો ઓ ચંદ્રકાંતભાઈ બાવરવા દ્વારા એક કો.ઓર્ડીનેટર ની શિક્ષણ અને મોનીટરીંગ માં શુ ભૂમિકા હોય છે એની વિશદ છણાવટ કરવામાં આવી.
ત્યારબાદ બી.આર.સી કો ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા બી.એડ ના તાલીમાર્થીઓ ને એક પ્રભાવશાળી અને 21મી સદી ના બાળકો સામે બોરિંગ ને બદલે interesting શિક્ષક બનવા માટે જરૂરી અગાધ વાચન, ટેકનોલોજી ફ્રેન્ડલી બનવાના મેસેજ સાથે fastest finger first ની તર્જ પર શૈક્ષણિક પ્રશ્નો ની કવિઝ રમાડવામાં આવી.જેમાં સૌ એ ઉત્સાહભેર ભાગ લીધો.

આ કાર્યક્રમ ને રસપ્રદ અને જ્ઞાનસભર બનાવવા માટે સી.આર.સી કો ચંદ્રકાન્ત ભાઈ દ્વારા “મહાનુભાવો ને એમના અવાજ પર થી ઓળખો’ એ એક્ટીવીટી દ્વારા તાલીમાર્થીઓ ને જ્ઞાન સાથે ગમ્મત કરાવી અને એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ ને કઈ રીતે ઝકડી રાખવા એનો લાઈવ ડેમો નું નિદર્શન કરાવ્યું..

બી.એડ કોલેજ સ્ટાફ ભગીરથસર, ભરત સર, શૈલેષ સર તથા મિતાબેન દવે સાથે બી.એડ ના તાલીમાર્થીઓ એ IED વર્ગ ની પણ મુલાકાત લીધી અને દિવ્યાંગ બાળકો ની સાઈન લેન્ગવેજ બ્રેઇલ લિપિ તેમજ રિસોર્સ રૂમ વિશે જાણ્યું.

આ તકે બી.એડ કોલેજ ના આચાર્યશ્રી કેતનભાઈ જોશી તથા તાલીમાર્થીઓ ના માર્ગદર્શક સમગ્ર સ્ટાફ અને તાલીમાર્થી બેન દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા બદલ બી.આર.સી ચિરાગભાઈ, સી.આર.સી ચંદ્રકાંતભાઈ તેમજ બ્લોક MIS અભિજીતસિંહ રાણા નું આભાર દર્શન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here