કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી દ્વારા ટેકપાડા ગામ ખાતે ખેડૂત શિબિર યોજાઈ……

0
47ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લો જૈવવિવિધતાની દ્રષ્ટીએ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે.ડાંગ જીલ્લામાં વિવિધ ધાન્ય જાતના પાકોની સાથે સાથે બાગાયતી પાકોની ખેતીનું ચલણ પણ વધતુ જાય છે. આ બાબતને અનુલક્ષીને તથા બાગાયતી પાકોમાં ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓના નિવારણ માટે તા. ૦૯/૦૮/૨૦૨૧ ના રોજ નવસારી કૃષિ યુનિવર્સીટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) અને  ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી દ્વારા “બાગાયતી પાકો થકી રોજગારના અવસરો” વિષય પર ખેડૂત શિબિર ટેકપાડા ગામ ખાતે તથા “કેળાની સેન્દ્રીય ખેતી પધ્ધ્તી” વિષય પર ક્ષેત્રીય દિવસનું આયોજન ડાંગ જીલ્લાના ભાલખેત ગામ ખાતે કરવામાં આવ્યુ હતુ.આ શિબિરની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા ખેડૂતોને ચોક્કસ પાક આયોજન સાથે ખેતી કરવાની સલાહ આપવામાં આવી હતી. ડૉ.અંકુર પટેલ, સહસંશોધન વૈજ્ઞાનિક, ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી દ્વારા કેળાના પાકની વૈજ્ઞાનિક ખેતી તથા તેના વાવેતરમાં આગળ આવવા જણાવવામાં આવ્યું હતું. ફળ સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. પ્રવિણ મોદી દ્વારા ખેડૂતોને બાગાયતી પાકો થકી રોજગારના અવસર તથા ગુજરાત સરકારમાં ચાલતી વિવિધ બાગાયતલક્ષી  યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ તાલીમમાં ડૉ. ધર્મિષ્ઠા પટેલ, વૈજ્ઞાનિક(બાગાયત), કે.વી.કે. વ્યારા દ્વારા ડાંગ સેન્દ્રીય જીલ્લો હોવાના કારણે સેન્દ્રીય ખાતરોનો વપરાશ તથા તેની બનાવવાની વિવિધ પધ્ધતિ વિશે જણાવ્યુ હતુ.કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વિષયના નિષ્ણાંત શ્રી.હર્ષદ પ્રજાપતિ દ્વારા નર્સરી વ્યવસ્થાપાનના વિવિધ પાસા તથા ખેડૂતોનો ખેતી ખર્ચ ઓછો કરવાના વિવિધ ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમમાંથી પધારેલ ધન્નાલાલ જાટ દ્વારા આગાખાન સંસ્થાની વિવિધ ખેડૂતોપયોગી કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અંતમાં  ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક,બી.એમ. નાયક દ્વારા આભારવિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૩૫ થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here