શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરે દર્શનાથે ભક્તો ઉમટી પડિયા

0
23


પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ દિવસ સોમવારે વ્હેલી સવારથી પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. વહેલી સવારથી જ ભગવાનના ભોળાનાથના દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી છે. સોમનાથમાં શિવલિંગના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા.

જ્યારે ભીડ એકત્ર ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન મુજબ ભાવિકો દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા કરી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના પી.કે.લહેરીના હસ્તે શ્રાવણ માસનું પ્રથમ નૂતન ધ્વજારોહણ પૂજાવિધિ થઈ હતી. જ્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતેથી એક શિવ ભક્ત પગપાળા ચાલી નર્મદા માતાનુ પવિત્ર જળ લઇ સોમનાથ પહોંચ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here