રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી છે : નીતિન પટેલ

0
39






નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે, રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી છે. કોઇ પણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાંકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એને સરકાર ચલાવી લેશે નહી. તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેચીને માનવસેવાના ઉમદા કામમાં લાગી જવા તબીબોને તેમણે અનુરોધ કર્યો છે.

રેસીડેન્ટ તબીબોની માંગણીઓ વ્યાજબી હશે, તો તે માટે તેમની સાથે ચર્ચા કરવા રાજ્ય સરકારનું મન ખુલ્લું છે પણ ગેરવ્યાજબી માંગણીઓને રાજ્ય સરકાર કયારેય સ્વીકારશે નહીં. કેમ કે, કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન ચર્ચાથી આવે હડતાળ એ કોઈ ઉપાય નથી. ખોટી રીતે હડતાળ પાડીને માનવીય સેવાઓથી દૂર રહેવું એ યોગ્ય નથી, પહેલાં ફરજ પર હાજર થઈ સેવામાં જોડાઈ જાઓ. ત્યાર બાદ સરકાર રેસીડેન્ટો સાથે ચર્ચા કરશે. આ તબીબો હવે વિદ્યાર્થી રહેતા નથી કેમ કે, તેઓએ યુનિવર્સિટીની ડીગ્રી મેળવી તબીબ બની ગયા છે એટલે એમણે હોસ્ટેલ સત્વરે ખાલી કરીને એમને જે સી.એચ.સી અને જિલ્લા- તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં સેવા માટેના ઉંચા પગાર સાથે ઓર્ડર કર્યા છે એમાં સત્વરે જોડાઈ જવું જોઈએ.

રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફી થી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે એટલે બોન્ડનો જે વિરોધ કરે છે એ વ્યાજબી અને કાયદેસર નથી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here