વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જાળવણીનો સંદેશો ફેલાવ્યો..

0
17


ડાંગ:- મદન વૈષ્ણવ

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સુબિર તાલુકાનાં બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં આદિવાસી આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જાળવણીનો સંદેશો અપાયો..
<span;>વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસી સમાજ જુદી જુદી રીતનાં ઉત્સવો અને ઉજવણીઓ કરે છે.દરેક આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આ દિનની ઉજવણી કરે છે. ત્યારે જંગલ અને પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દ્વારા વૃક્ષારોપણ કરી જંગલ બચાવો, પ્રકૃતિ જાળવોનો સંદેશો આપવામાં આવ્યો હતો.અહી એલએઝેર મિનીસ્ટ્રિસ ચેરીટેબલ ટ્રસ્ટ ખોખરી દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્યો,માજી સુબિર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત,માજી જિલ્લા કારોબારી અધ્યક્ષ ઉર્મિલાબેન ગામીત,હાલનાં સુબિર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ પ્રતિબેન ગામીત, સામાજિક કાર્યકર ગીરીશભાઈ ગિરજલી,તથા સરપંચ સભ્યોએ ઉપસ્થિત રહી લોકોને પર્યાવરણ બચાવો,પ્રકૃતિની જાળવણી કરો તેમજ સ્વચ્છતા અંગેનાં જાગૃતિ સંદેશા આપ્યા હતા..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here