શ્રાવણ માસ પૂર્વે શીવ મંદીરોમાં તસ્કરો ત્રાટક્યા : અરવલ્લીના રેલ્લાવાડા અને નવાગામના મંદિરોના તાળા તૂટ્યા, શિવભક્તો,લોકોમાં આક્રોશ

0
52


 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

શ્રાવણ માસ પૂર્વે શીવ મંદીરોમાં તસ્કરો ત્રાટક્યા : અરવલ્લીના રેલ્લાવાડા અને નવાગામના મંદિરોના તાળા તૂટ્યા, શિવભક્તો,લોકોમાં આક્રોશ

શિવજીની વિશેષ પૂજાનો મહીનો શ્રાવણ સોમવાર થી શરૂ થઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના શ્રાવણ મહીનાના પૂર્વે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બે શિવ મંદિર સહીત ચાર મંદિરોમાં ત્રાટકી તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા શિવભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મંદિરમાં ચોરી કરવા પ્રવેશતા ૬ જેટલા શંકાસ્પદ ઈસમો મંદીર નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઇસરી પોલીસ સઘન નાઈટ પેટ્રોલીંગ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે પ્રાપ્ત માહીતી અનુસાર, ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારનાં રેલ્લાવાડા અને નવાગામમાં આવેલ ૪ જેટલા મંદિરોમાં તસ્કરો ત્રાટકી મંદિરના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા લોકોમાં ફફડાટ ફેલાયો છે બંને ગામમાં આવેલા બે શિવ મંદિર તેમજ જલારામ અને હનુમાન મંદિરમાં ગત રાત્રીએ તસ્કરો બેફામ બન્યા હતા અને તમામ મંદિરોના તાળા તોડી ચોરી કરી ફરાર થઇ ગયા હતા નવાગામ મંદિર નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં રાત્રીના સુમારે મંદિરમાં ૬ યુવાનોની શંકાસ્પદ હિલચાલ કેદ થઇ છે ઇસરી પોલીસ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ તસ્કર ટોળકીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી લોકોએ માંગ કરી હતી પવીત્ર શ્રાવણ માસ પૂર્વે બે શિવ મંદિરોને ચોર ટોળકીએ નિશાન બનાવતા પંથકના શિવભકતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે તસ્કર ટોળકી અન્ય મંદીરોને ટાર્ગેટ કરે તે પહેલા ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ સઘન કરે તે તાતી જરૂરીયાત હોવાનું ગ્રામ્ય વિસ્તારના લોકો જણાવી રહ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here