બોલો ..લિયો ..વાંકાનેર તાલુકા કોંગ્રેસના સદસ્ય સરકારી ઓફિસમાં ટેબલ ઉપર પગ ચડાવીને બેઠા હોય તેવા ફોટા વાઇરલ:સ્વયંશિસ્તનો અભાવ

0
45


 

“જે વ્યક્તિ પોતે સ્વયંશિસ્ત ન હોઈ એ વ્યક્તિ બીજા લોકો માટે શિસ્તબંધ આયોજન કેવી રીતે કરી શકે”

વાંકાનેર:વાંકાનેર તાલુકા પંચાયત કોંગ્રેસના પૂર્વ પ્રમુખના પતિ અને હાલમાં ગારીયા સીટ પરથી ચૂંટાય આવેલા કોંગ્રેસ પાર્ટીના સદસ્ય યુનુસ જીવ શેરસીયા સરકારી ઓફિસમાં ટેબલ પર પગ રાખી બેઠા હોય તેવા ફોટો વાઇરલ થયા છે.વાંકાનેર તાલુકા પંચાયત સરકારી કચેરીમાં સરકારી અધિકારીઓની હાજરીમાં ટેબલ પર પગ ચડાવી યુનુસ જીવા શેરસીયા નજરે પડે છે. જ્યારે સરકારી અધિકારીઓ નીચું મોઢું રાખી કામ કરી રહ્યા છે. ત્યારે આવા દ્રશ્યો વાઇરલ થતા લોકોમાં પણ ચર્ચા ઉઠવા પામી છે કે “મારો નહિ,પણ સારો વ્યક્તિ ” ને મત આપી વિજયી બનાવ્યા હોય તો આવા દ્રશ્યો સામે ન આવે.જે વ્યક્તિ પોતે સ્વયંશિસ્ત રાખી ન શકતો હોય તે વ્યક્તિ બીજા લોકો માટે કેવી રીતે શિસ્તબંધ આયોજન કરી શકે.એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ત્યારે જોવાનું રહ્યું કે હવે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી શિસ્તભંગના કોઈ પગલાં લે છે કે કેમ?

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here