સોશિયલ મીડિયામાં મંકી મેન તરીકેની નામના ધરાવતા સ્વપ્નિલ ભાઈ સોની મહિસાગર જિલ્લાના સલેરા ગામમાં લોકોની મદદે આવ્યા

0
22


ગુજરાત ભરમાં સોસિયલ મીડિયામાં મંકી મેન તરીકે નામના ધરાવતા સ્વપ્નિલભાઈ સોની મહીસાગર જિલ્લાના લુણાવાડાના સલેરા ગામના નાયક ફળિયાના ગરીબ લોકોની મદદ આવ્યા.

 

 

અમિન કોઠારી:: સંતરામપુર

 

સેવાથી મોટો કોઈ ધર્મ નથી ત્યારે સાચા અર્થમાં સેવાનું ઉત્તમ ઉદાહર પૂરું પડ્યું છે લુણાવાડા નગરની સેવાભાવી સંસ્થા બીઇંગ હ્યુમન ગ્રુપના સહયોગ થકી આજ રોજ મંકી મેન તરીકે સોસિયલ મીડિયામાં પ્રચલિત થયેલ સ્વપ્નિલભાઈ સોની લુણાવાડાના સલેરા ગામના નાયક ફળિયામાં ઝૂપડીમાં રહેતા અતિ ગરીબ લોકોની અમદાવાદથી મદદ કરવા આવી પોહચ્યાં હતા ત્યારે ચોમાસાના વરસાદી વાતાવરણમાં પવન સાથે વારંવાર વીજળી જવાની ઘટના સામાન્ય છે ત્યારે આવ ગરીબ લોકોના ઘરમાં હજુ પણ પાકી દીવાલ, કે વીજળી નથી તેવા ઘરની મુલાકાત કરી તેમને કપડાં, જમવાનું, તેમજ પુસ્તકો તેમજ રાત્રિ દરમિયાન લાઇટ આપે તેવી ચાર્જિંગ બેટરીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નાના બાળકોને ભોજન કરાવી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી.

 

 

 

તેમજ સ્વપ્નિલભાઈ સોની ગુજરાતના મૂંગા પશુઓ તેમજ બહેરા મૂંગા બાળકો માટે હર હમેશ સેવા કરે છે ત્યારે અમદાવાદ હોય કે પછી અમદાવાદની બહારની જગ્યા તેઓ મૂંગા પ્રાણીઓ માટેની સેવા સતત છેલ્લા ૧૦ વર્ષથી કરે છે ત્યારે પશુઓનું જમવાનું હોય કે પછી તેમની દવા તેઓ આ કાર્ય પોતાના શોખ અને પશુઓની વચ્ચે રહેવા માટે કરે છે જેથી તેઓ દરરોજ પશુઓની મદદ માટે બે થી ત્રણ હજાર જેટલો ખર્ચ કરે છે ત્યારે લુણાવાડાના બીઇંગ હ્યુમન ગ્રુપના નામે પ્રચલિત તમામ યુવાધન પણ દરરોજ ૧૦૦ થી ૨૦૦ બાળકોને ફ્રી માં ભોજન આપે છે ત્યારે તેઓ દ્વારા પણ અંતરિયાડ ગામડાઓ અભણ લોકોને કોવિડ-૧૯ ની રાશીકરણ માટેની જાગૃતા લાવી લોકોને રાશીકરણ કેન્દ્ર સુધી લાવે છે તેમજ સરકારી તમામ યોજનાઓના લાભો ગરીબો ને મળે તે માટે કટ્ટીબદ્ધ હોય છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here