વાઘોડિયા તાલુકાના પ્રેમી પંખીડાઓની લાશ કાલોલ તાલુકા માંથી મળી આવી.

0
42


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
વાઘોડિયા તાલુકાના ટીંબી ગામના એક જ ફળિયામાં રહેતા યુવક-યુવતી વિભા ઉફેઁ ગૌરી શામળભાઇ ગોહીલ ઉ. વ.૧૯ અને જયદીપ ભાઈ બુદ્ધિસાગર ગોહીલ ઉ. વ.૨૧ તેઓ પરસ્પર એકબીજાને પ્રેમ કરતા હતા બંનેનું અલગ અલગ ગામોમાં સગપણ નક્કી થતા બંને ને સમાજ સ્વીકારશે નહીં તેવી માન્યતા ધરાવી બન્ને ગાંધર્વ વિવાહ કરી સેથીમાં સિંદૂર પૂરી, મંગળસૂત્ર પહેરી સેલ્ફી લઇ ને ખંડીવાડા નર્મદા કેનાલમા ઝંપલાવ્યુ હતુ. જેઓની લાશ પૈકી શકિતપુરા નેવરિયાપાસે નર્મદા કેનાલમાં થી યુવક જયદીપ ની લાશ સોમવારે સવારે મળી આવેલ જયારે કાલોલ ના કણેટિયા પાસે નર્મદા કેનાલમાંથી વિભા ઉર્ફે ગૌરી શામળભાઈ ગોહિલ ની લાશ મળી આવી હતી આમ વાઘોડિયા તાલુકાના બંને પ્રેમી પંખીડાની લાસ્ટ કલોલ ખાતેથી મળી આવતાં બન્નેના કુટુંબીજનો કાલોલ ખાતે દોડી આવ્યા હતા કાલોલ પોલીસે બંનેની લાશને પી.એમ.માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી બંનેના સગા સંબંધીઓ મારફતે કાલોલ પોલીસ મથકે જાણવાજોગ જાહેરાત આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here