પોલીસ ની ટીંગાટોળીમા ધારાસભ્ય ફસડાયા

0
19


જામનગરમાં પોલીસની ટીંગાટોળી દરમિયાન કોંગી ધારાસભ્ય પડી જતા ઈજાગ્રસ્ત થયા

ચેકઅપ માટે ૧૦૮ મા હોસ્પીટલે લઇ જવાયા જો કે પોતે સ્વસ્થ હોવાનુ જણાવતા પ્રવિણ મુસડીયા

જામનગર ( ભરત ભોગાયતા)

આજે જામનગર શહેરના લાલબંગલા ખાતે કોંગી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન હતું, જેમાં ૭૬- કાલાવડ (અ.જા.) બેઠકના ધારાસભ્ય પ્રવિણ મુસડીયા સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા, એવામાં પોલીસે ધારાસભ્ય સહીત 50 કોંગી કાર્યકરોની અટકાયત કરવાનું શરુ કર્યું હતું,

 

દરમિયાન ટીંગાટોળી દરમિયાન પોલીસના હાથમાં લપસી જતા ધારાસભ્ય નીચે પટકાયા હોવાનું જાણવા મળે છે, જે બાદ ધારાસભ્ય નીચે પટકાઈ જતા છતાં પોલીસ તેને હાથ ખેચી અને પોલીસવાનમાં બેસાડીને લઇ જાય છે.જો કે પોલીસ મથકે લઇ ગયા બાદ તેવોને વધુ ચેકઅપ અને સારવારની જરૂર પડતા 108 મારફત જીજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.આ બાબતે ધારાસભ્ય પ્રવિણ મુસડીયા એ જણાવ્યુ હતુ કે” અમો જાતી આધારીત વસતી ગણતરિ નુ સમર્થન કરવા આગેવાનો સહિત માંગણીઔસાથે લાલબંગલા સર્કલમા બેઠા હતા તે દરમ્યાન પોલીસ આવી ને અમારા સૌ ની અટકાયત કરતા હતા ત્યારે મને પકડી ન શકતા હુ ફસડાઇ પડ્યો ને માથા મા વાગ્યુ જો કે બહુ ભલે નથી દુખતુ પરંતુ પોલીસ સ્ટેશ ને થી ૧૦૮ મા હોસ્પીટલ આવ્યો છુ એમ આર આઇ વગેરે રીપોર્ટ કરાવી લઈશ આમ તો સ્વસ્થ છુ છતાય નિદાન જરૂરી છે” દરમ્યાન બીજી તરફ મુસડીયા એ પોલીસમેનો ને ટકોર કરી હતી કે આ તો ઠીક છે કદાચ હેમરેજ થય ફયુ હોત તો??LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here