રાજ્યકક્ષાનો RCHO –  કોરોના વોરિયર તથા વેક્સીનેટર નો એવોર્ડ મોરબીના ફાળે

0
20


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા

રાજ્યકક્ષાના “વિકાસ દિવસ” અંતર્ગત આરોગ્ય સુખાકારીનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના અધ્‍યક્ષસ્થાને હિંમતનગર ખાતે તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા આર.સી.એચ. અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. વિપુલ કારોલીયાને  જિલ્લા આર.સી.એચ. અધિકારી તરીકેની ઉત્તમ કામગીરી માટે રાજ્યકક્ષાનો RCHO – કોરોના વોરિયર એવોર્ડ તેમજ મોરબી જિલ્લાના ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા પૂજાબેન જોગેરને કોવિડ વેકસીન આપનાર વેકસીનેટર તરીકેની ઉત્તમ કામગીરી માટે રાજ્યકક્ષાના કોવિડ વેકસીનેટર-કોરોના વોરિયર એવોર્ડ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લાના ઉપરોક્ત બંને કોરોના વોરિયર્સને રાજ્યકક્ષાએ ઉચ્ચ સન્માન મળતા સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે અને મોરબી આરોગ્ય વિભાગના તમામ ડોક્ટર્સ, અધિકારી અને કર્મચારીશ્રી આ તકે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here