દૈવી ભાષા ની ટ્રેનીંગ થી અદભૂત માહોલ રચાયો

0
19


 

દૈવી ભાષા ની ટ્રેનીંગ થી અદભૂત માહોલ રચાયો

જામનગરના સંસ્કૃત શિક્ષકોની તાલીમ કાર્યશાળા યોજાઇ

જામનગર ( ભરત ભોગાયતા)

 

, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શાળાઓના સંસ્કૃત શિક્ષકો માટેની તાલીમ કાર્યશાળાનું આયોજન તા. ૦૫/૦૮/૨૦૨૧ના રોજ શ્રી નેશનલ હાઇસ્કુલ, જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી જયશંકરભાઈ રાવલ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડૉ.કનુભાઈ કરકરએ ઉપસ્થિત રહીને નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃતનું મહત્વ અને શિક્ષણમાં સંસ્કૃત માધ્યમનો વધુને વધુ ઉપયોગ થાય તેવું સરળ અને ઉત્તમ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. આ માટે સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત થતાં સંસ્કૃત સંભાષણ કાર્યક્રમમાં જોડવા માટે પણ શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તાલીમ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.ડોડીયા, શિક્ષણ નિરીક્ષક ડૉ. બીનાબેન દવે, સજુબા ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી મધુબેન કે. ભટ્ટ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી ડી.ડી.ભેંસદડિયા અને સંસ્કૃત ભારતી સંસ્થાના સંયોજક શ્રી રાજેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલના શિક્ષક શ્રી ભરતભાઈ જાનીએ કર્યું હતું. આ અહેવાલ બનાવતા નાયબ માહીતી નિયામક આર.કે.જાની ના માર્ગદર્શન હેઠળ દિવ્યા ત્રિવેદી એ જણાવ્યુ હતુ કે આ દૈવી ભાષા ની ટ્રેનીંગ વખતે અદભૂત માહોલ રચાયો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here