સગીરા પર બે કિશોરની દુષ્કર્મની કોશિષ, તાબે ન થતાં ગળામાં તૂટેલી ટાઇલ્સ મારી

0
25






આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી સગીરાને શનિવારે વહેલી સવારે બે કિશોરોએ ભેગા મળીને તેને બાઈક પર બેસાડી ખેડાના વસો ખાતે એક કોમ્પલેક્ષમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેણીએ પ્રતિકાર કરતાં બંને જણે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં કોમ્પલેક્ષના સિક્યોરીટી ગાર્ડની મદદથી તેને નડિયાદની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ હતી. જ્યાં તેણીની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે બંને જણાં વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડી જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા હતા.

આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા બે-ત્રણ મહિના પહેલાં સો ફૂટ રોડ સ્થિત જૂની પાણીની ટાંકી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા 15 વર્ષીય સગીરના સોશ્યલ મીડિયા થકી સંપર્કમાં આવી હતી. સગીર ધોરણ 10 ફેલ છે અને હાલ કંઈ કામ-ધંધો કરતો નથી. દરમિયાન, શનિવારે સવારે ચાર વાગ્યે સગીરે કિશોરીને મેસેજ કરીને ઘરની બહાર નીકળી મળવા માટે આવવાનું જણાવ્યું હતુ. તેણી સાડા ચારેક વાગ્યે ઉઠીને ઘરમાથી નીકળી હતી. સગીર યુવક તેના મિત્ર સાથે બાઈક લઈને ઉભો હતો.

દરમિયાન, તેણીને ફરવા જઈએ તેમ કહીને તેઓ કિશોરીને બાઈક પર બેસાડી દીધી હતી અને વસો ખાતે આવેલા એક કોમ્પલેક્ષ પર લઈ ગયા હતા. 15 વર્ષીય સગીરે તેની સાથે શારીરિક છેડછાડ કરી સંબંધ બાંધવા માટે કહ્યું હતું. જોકે, કિશોરી તે માટે તૈયાર નહોતી. દરમિયાન, સગીરની સાથે આવેલા બીજા 16 વર્ષીય સગીર મિત્રે તેણીના પગ પકડીને કપડાં કાઢવાની શરૂઆત કરતાં જ કિશોરીએ બુમાબુમ શરૂ કરી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા સગીરે ત્યાં પડેલો બ્લોક તેણીના માથામાં મારી દીધો હતો. વધુમાં તૂટેલી ટાઈલ્સ તેના ગળાના ભાગે મારી દીધી હતી.

જેને કારણે લોહીલુહાણ હાલતમાં તે ત્યાં જ ફસડાઈ પડી હતી. અચાનક થયેલા હુમલાથી સગીરા ડરેલી સગીરા બહાર આવી ગઈ હતી. બીજી તરફ બંને શખસો ત્યાંથી બાઈક પર ફરાર થઈ ગયા હતા. મદદ માટે બુમો પાડતી કિશોરીને ત્યાં હાજર એક વોચમેને જોતાં જ તુરંત જ તેણીની પાસે પહોંચી ગયો હતો અને તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી.કિશોરીના પરિવારજનો તુરંત જ વસો ખાતે પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી કિશોરીને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેણીની હાલત હાલ સ્થિર છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here