નોટીફાઇડ જાહેર સંપતી અને સ્રોત યથાવત રાખવાની જોગવાઇ ક્યા??

0
38


*કલ્યાણપુર ના ખાખરડા ગામે ગ્રામજનોનો ભભૂકતો રોસ*

*પવનચક્કી ઉભી કરતી કંપની સામે ભભૂકતો રોસ*

*કંપની દ્વારા પાનોર તળાવ અર્ધું બુરી નાખ્યું*

*ગામના ગૌચરના પાણીનો હોજ ખતમ કરી નાખ્યો*

*અન્ય બે તળાવની પાર તોળી નાખવામાં આવી*

*લેખિત ફરિયાદના 15 દિવસ પછી પણ તંત્ર ભેદી રીતે મૌન*

*શ્રાવણમાસના પહેલા દિવસે કલેક્ટર ઓફીસ બહાર “”ૐ નમો: સિવાય”” ધૂન બોલાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું*

*તંત્ર મુકપ્રેક્ષકની ભૂમિકામાં શા માટે ??? લાચાર ??? કે વહેંચાઈ ગયું ????*

*તંત્રના ભેદી મૌન પાછળ કોણ ??? સરકારનું દબાણ ??? કે પૈસાનો પાવર…???*

*કંપની બધા નિયમો તોડે તો ચાલે સામાન્ય માણસ માસ્કના પણ 1000 રૂપિયા દંડ ભોગવે….!!!!*

જામનગર ( ભરત ભોગાયતા)

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે મિયાણી પાવર ઈન્ફ્રા. એલ.એલ.પી. કંપની દ્વારા જમીન ફાળવણી માટે અરજી કરવામાં આવી હતી અરજી કરતી વખતે નિયત નમૂનાના ફોર્મ માં અરજદારે અરજી કરવાની હોય છે  આ નિયત નમૂનાના અરજી ફોર્મમાં કંપનીએ નક્કી થયેલી કોલમોમાં ખોટી માહિતી રજૂ કરવા છતાં કંપનીનું અરજી ફોર્મ માન્ય કરી લેવામાં આવે છે   સામાન્ય રીતે આ માન્ય અરજીના આધારે લગત મામલતદાર કચેરી દ્વારા સ્થળ સ્થિતિનો સાચો ચિતાર રજૂ કરી તે જમીન ફાળવવી કે નહીં તેનો નિર્ણય કલેકટર લેતા હોય છે જે મુજબ ખાખરડા ગામના સરકારી ખરબાઓમાં અલગ અલગ 13 હેકટર જમીન ફાળવણી બાબતે કલ્યાણપુર મામલતદાર  અને તેના સર્કલ દ્વારા સ્થળ સ્થિતિ નો ચિતાર રજૂ કરતો અભિપ્રાય કરવામાં આવ્યો જે અભિપ્રાય બદઈરાદાથી પ્રત્યક્ષ રીતે કંપનીને મદદ કરતો તૈયાર કરવામાં આવ્યો નક્કી થયેલી તમામ બાબતોનો ભંગ થતો હોવા છતાં સર્કલશ્રીને વીજ પોલ ન દેખાયા, વૃક્ષો ન દેખાયા, ગ્રામ રસ્તાઓ ન દેખાયા, નજીક રહેણાંકના મકાન ન દેખાયા, ધાર્મીક સ્થળ પણ ન દેખાયું, ત્યાં સુધી કે રેલવે લાઇન પણ ન દેખાઈ, વિસ્તારમાંથી બોક્સાઇટ નીકળે છે તેવી જગ્યાએ અભિપ્રાયમાં લખ્યું છે કે આ જમીન અન્ય કોઈ હેતુ માટે ઉપયોગી ન હોય જમીન ફાળવવા અભિપ્રાય થાય છે એટલું જ નહીં મામલતદારશ્રી એ પણ સરકારી જમીન વહેંચતા કે ભળાપટ્ટાએ આપતા પહેલા ચેકલીસ્ટ ભરવાનું હોય તેમાં મામલતદાર એ પણ કંપનીની તરફેણ માં ખોટી માહિતી રજૂ કરી કંપનીને મદદ કરી સરકાર સાથે છેતરપીંડી કરેલી છે

      આ કંપનીએ તંત્રને ખિસ્સામાં ભરી જેમ તેમ કરી ખાખરડા ગામના સરકારી ખરબાઓમાંથી 13 હેકટર જમીન ફાળવણીનો ઓર્ડર કરાવી લીધા બાદ જ્યારે ગામમાં કામ કરવા ગઈ ત્યારે એમના ભારે વાહનો પસાર કરવા રસ્તાઓની મરામત કરવા હજારો ટન માટી મોરમ રોયલ્ટી વગર, ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર જ ખનન કરી રસ્તાઓની મરામત કરી એટલું જ નહીં રસ્તાઓ કાઢવા જ્યાં તળાવ આવ્યા ત્યાં તળાવની પાર તોળી નાખી તળાવમાં માટી મોરમ નાખી તળાવને નુકશાન કરી રસ્તાઓ કાઢ્યા, ગામમાં રાજાશાહી સમયનું પાનોર તળાવ હતું તેની વચ્ચોવચ 10 ફૂટ ઊંચો પાળો બાંધી તળાવના બે ભાગ કરી અર્ધું તળાવમાં માટી, મોરમ ભરી અર્ધું તળાવ બુરી નાખ્યું ઉપરોક્ત તમામ બાબતોની તારીખ 26/07/2021 ના રોજ કિસાન કોંગ્રેસ દ્વારા લેખિત ફરિયાદ કલેક્ટર , ખાણ ખનીજ અધિકારી , પોલીસ વડા ને કરવામાં આવી હતી તેને આજે 15 દિવસ થવા છતાં કોઈ જ તપાસ કરવામાં ન આવી, કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા જેના કારણે કંપનીને જાણે બળ મળ્યું હોય તેમ આ 15 દિવસના ગાળા માં ગામના ગૌચરનો હોજ હતો તે કંપનીએ બુરી નાખ્યો ગામમાં આવેલા ડેમમાં વચ્ચોવચ પવનચક્કી ઉભી કરવા માટે કામગીરી ચાલુ કરી દીધી

      જેના કારણે રોસે ભરાયેલા ગામ લોકોએ ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાનીમાં તંત્ર ઉપર સવાલ ઉભા થાય તેવા હોર્ડિંગ, બેનર જેવા કે

કે.પી. એનર્જી માંથી કેટલા કમાયા ??

મિયાણી પાવર ઇન્ફ્રા. એ કેટલા માલામાલ કર્યા….???

ખેડૂતો પૂછે છે હિસાબ દો…. જવાબ દો…..

ગામ લોકો પૂછે છે હિસાબ દો… જવાબ દો….

તળાવ ખત્મ કરવાના કેટલા મળ્યા ???

ગામનો હોજ ખતમ કરવાના કેટલા મળ્યા…????

તંત્ર એ મૌન રહેવા બદલ કેટલી કિંમત વસૂલી…..????

15 દિવસ સુધી તપાસ ન કરવા પાછળનું કારણ જાહેર કરો….???

ભ્રષ્ટાચાર છે….??? મિલીભગત છે…..??? કે ભાગ બટાઈ છે….????

તંત્રના ભેદી મૌન પાછળ કોણ…..??? સરકારનું દબાણ….???? કે પૈસાનો પાવર…..????

મામલતદાર, ટી.ડી.ઓ., કાર્યપાલક ઈજનેર સિંચાઈ, ખાણ ખનીજ અધિકારી, ડી.ડી.ઓ. કલેક્ટર મૌન કેમ ???

મિયાણી પાવર ઇન્ફ્રા. કંપનીએ જિલ્લાના તંત્રને બાન લીધું કે ખરીદી લીધું…..???

તંત્ર મુકપ્રેક્ષકની ભૂમિકામાં શા માટે…?? લાચાર….??? કે વહેંચાઈ ગયું ???

અમને અમારું તળાવ પાછું આપો

અમને અમારો હોજ પાછો આપો

સૂત્રો સાથે કલેક્ટર કચેરીએ જઈ ઉગ્ર રજુઆત કરી કંપની સામે દાખલો બેસે તેવા ફોજદારી રહે પગલાં લેવા માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here