કોણ કહે છે જેતપુર શહેર પોલીસ બુટલેગરો પર છાપો મારતી નથી ?

0
72


“જેતપુર પોલીસ અને બુટલેગર વચ્ચેના સમજુતી કરારનો વિડીયો થયો વાયરલ ” કોણ કહે છે જેતપુર શહેર પોલીસ બુટલેગરો પર છાપો મારતી નથી ?
શહેરના એક બુટલેગરની સાથે શહેરની બારોબાર ત્રણ પોલીસકર્મીઓ દ્વારા રાત્રીના ઘોર અંધકારમા એક ગુપ્ત મિટીંગ યોજાઇ હતી. જેમા કેટલી લેતી-દેતી કરવાની છે તે અંગે વિગતવાર ચર્ચા કરી આવનારા સમયમા કેવી રીતે કામ કરવાનુ છે તેની રણનિતી ઘડી રહ્યાનો વિડીઓ વાઇરલ થતા લોકોને જરા પણ નવાઇ લાગી નહતી ( આમા આસ્ચર્ય પામવા જેવુ ક્યા કાઇ હતુ !!! ) શહેર પોલીસના કેટલાક કર્મચારી છેલ્લા ઘણા સમયથી જાણે સયલંટ મોડમા હોય, જેનુ કારણ મોડુ મોડુ બહાર આવ્યાનુ લોકોમા ચર્ચાઇ રહ્યુ છે. પોલીસ અને બુટલેગરની મિટીગની ગુપ્તતા જાળવવા માટે જે પ્રોટોકોલ જાળવવો જોઇએ તે અંગે બુટલેગર દ્વારા શાર્ટના ઉપલા ખીસ્સામા મોબાઇલ રાખી પ્રોટોકોલ ભંગ થતો જોઇને એક પોલીસ કર્મચારીએ હાથના ઇશારાથી મોબાઇલ હટાવવાનો સંકેત આપતા બુટલેગરે કહ્યુ હતુ કે ” તમને ખોટી એલર્જી છે, મને મનમા એવુ ન હોય , ઓલુ સાઇન હલાવુને એટલે ઉપલા ખિસ્સામા રાખુ. ” એક પોલીસ – અમને એવુ ન હોય. ” બુટલેગર – વિશ્વાસ રાખવાનો,
પેલી તારીખ આવવા દ્યો . તમારા ભેગા કરુ છુ. ” પોલીસ – પેલી તારીખને તો ભવની વાર છે. તુ ………સાથે વાત કરી લે .. તેવુ કહે છે. ( આ લેતી દેતીના ઓથોરાઇઝ્ડ વ્યક્તિ કોણ છે તે આમાના પોલીસ જાણતા હોય તે વાત પરથી સ્પ્ષ્ટ થાય છે. ” આવા તોડબાજ પોલીસ કર્મચારીઓને કારણે શહેરમા બુટલેગરો બેફામ બન્યા છે. આ સાથે લેતી દેતીના નાણાનો પણ ઉલ્લેખ કરતા સમ્ભળાય છે. આ કિસ્સાની તપાસ કોઇ નિષ્ઠાવાન અધિકારીને સોમ્પવામા આવે તોજ સત્ય બહાર આવે તેમ છે. અને જો સત્ય બહાર આવશે તો ….. કેટલાય તોડબાજોના તપેલા ચડી જતા કોઇ રોકી નહી શકે. આ બાબતે કસુરવારો સામે આધિકારીઓનુ વલણ કેવુ રહેશે ..કેવા પગલા લેવાશે તે જોવાનુ રહ્યુ….LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here