મેઘરજ પી.સી.એન.હાઇસ્કૂલ ખાતે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ” કાર્યક્રમ યોજાયો

0
20 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ(બ્યુરો ચીફ )

મેઘરજ પી.સી.એન.હાઇસ્કૂલ ખાતે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ” કાર્યક્રમ યોજાયો

આદિવાસી સમાજ આર્થિક રીતે મજબુત અને આત્મનિર્ભર બને તેવી રાજ્ય સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે

મેઘરજ તાલુકાના લાભાર્થીઓને વિવધ યોજનાના સહાયના ચેક વિતરણ કરાયા ૯મી ઓગસ્ટ એટલકે “વિશ્વ આદિવાસી દિવસ” વિશ્વમાં આ દિવસની ઉજવણીઓ થઇ રહી છે. જેના સંદર્ભે રાજ્ય સરકારના સુશાસનના યશસ્વી પાંચ વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે “વિશ્વ આદિવાસી દિવસ” અંતર્ગત વનબંધુ યોજના અંતર્ગત આદિજાતી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે રૂ.૬૦,૦૦૦ કરોડ ખર્ચ્યા છે. જેમાં ૯મી ઓગસ્ટના રોજ રાજપીપળા ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે અને મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં ૫૩ તાલુકાઓમાં કાર્યક્રમ યોજાયો.જેમાં રૂ.૩૪૧ કરોડના ખર્ચે રાજપીપળા ખાતે ૩૯ એકરમાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સીટીનું ખાતમુહર્ત કરાયું.

જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મેઘરજની પી.સી.એન.હાઇસ્કૂલ ખાતે સહકાર, રમત-ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને વાહન વ્યવહારના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ”કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે,આજે ૯મી ઓગસ્ટ નિમિત્તે દુનિયામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીઓ થઇ રહી છે. જે અંતર્ગત આ દિન નિમિત્તે ગુજરાતમાં પણ ૫૩ તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયા છે. આદિવાસી સમાજ એ સદીઓથી ગિરિમાળાઓમાં વસવાટ કરતો સમુદાય છે. આદિવાસી સમાજ પ્રકૃતિનો મોભી છે. આ સમાજ એ સાંસ્કૃતિક વારસાને જાળવવાનું કામ કર્યું છે. ૫૩ તાલુકાઓમાં આદિવાસી સમુદાય બહુમતી ધરાવે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ “વનબંધુ કલ્યાણ યોજના” થકી રૂ.૧૭,૦૦૦ કરોડનો ખર્ચ આ યોજના પાછળ કરાયો છે. સરકારે સિંચાઇનું પાણી આદિવાસી સમાજના છેવાડા માનવીને મળે તેવી વ્યવસ્થા કરી છે. આજદિન સુધી સુધી રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૧.૦૨ હજાર કરોડ આદિવાસી સમાજ માટે ખર્ચ કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજ આર્થિક રીતે મજબુત અને આત્મનિર્ભર બને તે સારું થઈને વિવિધ યોજનાઓના લાભ રાજ્ય તથા કેન્દ્ર સરકારે અર્પણ કર્યા છે. આજના આદિજાતિના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સક્ષમ બની રાજ્યો છે. કોઈ ડોક્ટર,એન્જીનીયર, પાયલોટ, વનવિભાગ, પોલીસ વિભાગ,IAS,IPS જેવા વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે. અરવલ્લીમાં આદિજાતિના બાળકોને શિક્ષણ પૂરું પાડવા ધોરણ ૬ થી ૧૨ ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસયટી દ્વારા એક વિદ્યાર્થી દીઠ રૂ.૧,૦૯,૦૦૦ ની ગ્રાન્ટનો ખર્ચ કરવામાં આવેલ છે.તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે અરવલ્લી જીલ્લાના બોર્ડર પરના આવેલા ૩૧ ગામોમાં આદિજાતિ લોકોના વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૧૩૨૦ લાખનું બજેટ ફાળવેલ છે.જેમાં રસ્તા,શિક્ષણ,આજીવિકા વીજળી,પાણીને લગતા વિવધ કામો પૂર્ણ કરવામાં આવેલ છે.મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ અરવલ્લી દ્વારા આદિજાતિના પ્રજાના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક,સામાજિક આર્થિક ઉત્કર્ષની વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં શિષ્ય વૃતિ યોજના હેઠળ ૧,૬૧,૦૪૮ વિદ્યાર્થીઓને રૂ. ૧૬૩૭.૧૬ લાખ, મફત તબીબી સહાય યોજના હેઠળ ગંભીર બીમારીના ૧૧૧૩ લાભાર્થીઓને રૂ.૩૭.૭૫ લાખ, કુંવરબાઈ મામેરા, સમૂહ લગ્ન હેઠળ ૬૧૮ લાભાર્થીઓને રૂ. ૬૨.૪૯ લાખ, માનવ ગરીમા યોજના હેઠળ ૧૨૭૬ લાભાર્થીઓને રૂ.૩૨.૯૨ લાખ, મકાન સહાય યોજના હેઠળ ૧૨૦૧ લાભાર્થીઓને રૂ.૪૯૬.૩ લાખની ફાળવણી કરવામાં આવી છે.આ પ્રસંગે જીલ્લા અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ મનાત તથા પી.સી.બરંડાએ પ્રાસંગિક ઉદ્દભોદનો આપ્યા હતા.આ પ્રસંગે જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના,તાલુકા પંચાયત પ્રમુખ મેઘરજ,મોડાસા પ્રાંત અધિકારી મયંક પટેલ,બળવંતસિંહ, મામલતદાર મેઘરજ,આદિજાતી વિકાસ કમિશ્નર, અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here