સંતરામપુર લુણાવાડા સહિત સમગ્ર મહિસાગર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

0
20


સંતરામપુર લુણાવાડા સહિત સમગ્ર મહિસાગર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

સંતરામપુર :: અમિન કોઠારી

 

જંગલ જમીન અને જંગલની જાળવણી કરતા આદિવાસી લોકોને જાળવી રાખવા માટે યુનો દ્વારા ૯ મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરીને આદિવાસી સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય અને તેનો વારસો જળવાઈ રહે અને તેને નિભાવવાનું કામ સદંતર ચાલુ રહે તે માટે ૯ મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરીને આદિવાસીઓ માટે નો એક દિવસ ઉત્સવ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવતા આ નવમી ઓગસ્ટના રોજ સંતરામપુર લુણાવાડા સહિત સમગ્ર મહિસાગર જિલ્લાના લોકોએ આદિવાસી વેશભૂષા, તીર કામઠા આદિવાસી નામનાં બેનરો અને “જય જોહાર કાના રહેગા આદિવાસી તેરા નામ રહેગા’ એવા સૂત્રોચ્ચાર સાથે નગરના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢીને વિશ્વ આદિવાસી દિવસ ઉલ્લાસભેર મનાવવામાં આવ્યો.

આ પ્રસંગને અનુરૂપ હાલમાં ચાલી રહેલા કોરોના કારણે લઈને વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આદિવાસી નૃત્ય દ્વારા આ દિવસને ખૂબ જ શાંતિપૂર્વક રીતે મનાવવામાં આવ્યો સંતરામપુર સહિત સમગ્ર મહિસાગર જિલ્લાની પોલીસે ખડે પગે રહી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here