ટંકારામાં ઉત્તરપ્રદેશના યુવાનોએ વેદ પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવા વેદમંત્રોનું ચિત્રણ કર્યું

0
21


( હષઁદરાય કંસારા દ્રારા )

ટંકારા ગામને વેદમય બનાવવા માટે ઉત્તર પ્રદેશના બદાયુંના વતની એવા પ્રણવ શાસ્ત્રી તથા ત્રિદેવ શાસ્ત્રી દ્રારા સ્વામી દયાનંદ સરસ્વતીનું ૠષિ ઋણ ચુકવા વેદમંત્રો લખીને વેદ પ્રચાર અભિયાન દેશમાં ચલાવી રહયાં છે. તેના ભાગ રૂપે ૠષિની પાવન જન્મ ભૂમિ એવા ટંકારાની દરેક ગલ્લી ,શેરીઓ અને મુખ્ય બજારોમાં વેદમંત્રો ,ઋચાઓ લખીને સજાવામાં આવેલ છે.વેદ એટલે સબ સત્ય વિદ્યાકા પુસ્તક હૈ. મનુષ્ય જીવન નું કર્તવ્ય અને આપણી વિરાસતનું દાયત્વ તેમજ રાષ્ટ્ર પ્રત્યે આપણી જવાબદારી જેવા અર્થો સાથેના ભાવાર્થ વાળા મંત્રો લખીને તેઓ ધન્યતા અનુભવે છે. આ કાર્યક્રમની ગોઠવણ કરી ટંકારા ગામને આદર્શ બનાવવાનો હરહમેશ આગ્રહ રાખનાર આર્યસમાજના કર્મઠ મંત્રી શ્રી દેવજીભાઈ તથા વેદના અભ્યાસુ યોગેશભાઈ તથા સુવાસશાસ્ત્રી તથા તમામ આર્યવિરોનું આગવું યોગદાન રહેલું છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here