દાહોદ જિલ્લામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે રક્ષાબંધન વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે

0
17


 

 

દાહોદ, તા. ૧૦ : ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા દાહોદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્ધારા સંયુક્ત એક ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાયું છે. જેમા ૮ થી ૧૩ ( જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૧ ને ગણવાની રહેશે ) વર્ષના બાળકો ભાગ લઇ શકશે.
બાળકોએ એ-૪ સાઇઝના ડ્રોઇંગ પેપર “રક્ષાબંધન” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી આગામી તા. ૨૩ ઓગસ્ટ થી તા. ૧૩ સપ્ટેમ્બરના બપોરે ૧૨ કલાક સુધી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, દાહોદ, સરવે ભવન, પ્રથમ માળ, કોંફરંસ હોલ, છાપરી, દાહોદ ખાતે મોકલવાની રહેશે. કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુ નામ, સરનામુ, મોબાઇલ નંબર, શાળાનુ નામ વગેરેનો ઉલ્લેખ કરી સાથે ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડની ઝેરોક્ષ અને પોતાના બેંક એકાઉંટના પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક ચિત્ર મોકલવી. ચિત્રસ્પર્ધામાં જીતનાર બાળકને રાજયકક્ષાની સ્પર્ધામાં પસંદગી થશે અને તેમાં જીતનાર બાળકને ઇનામ આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની આ લીંક પરથી પણ http://www.youtube.com/channel/UCzsiROvtHpN4eK મળી શકશે. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, દાહોદએ એક યાદીમાં આ માહિતી આપી છે.
૦૦૦LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here