અદાણી ફાઉન્ડેશનના ૨૫ વર્ષ પૂર્ણ થયે જત જયંતિ ઉજવામાં આવી. સેંકડો બહેનોને પગભર કરી સમ્માનિત બનાવા અદાણી ફાઉન્ડેશન કટ્ટીબદ્ધ.

0
38બિમલ માંકડ 78746  35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

 

અદાણી ફાઉન્ડેશનના ૨૫ વર્ષ પૂર્ણ થયે જત જયંતિ ઉજવામાં આવી. સેંકડો બહેનોને પગભર કરી સમ્માનિત બનાવા અદાણી ફાઉન્ડેશન કટ્ટીબદ્ધ.


મુંદરા , 10.08.2021 ; ભારતના ઈન્ફાસ્ટ્રક્યા ક્ષેત્ અગ્રણી અદાણી ગ્રુપની સી.એસ.આર શાખા અદાણી ફાઉન્ડેશન દ્વારા આજ રોજ અદાણી હાઉસ મુંદરા ખાતે અદાણી ફાઉન્ડેશન ના 25 વર્ષ પૂર્ણ થયે રજત જયંતિ ઉજવામાં આવી હતી .

આજથી ૨૫ વર્ષ પહેલા મુંદરા ખાતે ભારતમાં સૌથી મોટા ખાનગી પોર્ટના નિર્માતા શ્રી ગૌતમભાઈ અદાણી અને અને નારી શક્તિનું અજોડ ઉદાહરણ ડો. પ્રીતિબેન અદાણીની સમાજ પ્રત્યેની ઉમદા ભાવનાએ પોતાના ઉધોગગૃહની સામાજિક ઉત્તરદાયિત્વના આજે ૨૫ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પ્રસંગે અદાણી જૂથના સર્વે કર્મચારીગણ અને અધિકારોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નારીના સંઘર્ષને એક નારી સારી રીતે સમજી શકે તે અનુસાર ડો. પ્રીતિબેનના માર્ગદર્શન થકી મુંદરા તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં જેવા કે ખેતી-પશુપાલન, ગ્રામ રક્ષક દળ, હસ્તકળા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં અદાણી ફાઉન્ડેશનના સહકારથી પોતાના જીવન અને આજીવિકામાં આમૂલ પરીવર્તન લાવનાર દીવાદાંડીરૂપ કામ કરનાર ૧૧ મહિલાઓનું જેમાં ક્રમશ ગીતાબેન જેઠવા, જ્યોતિબેન ટાંક, સ્મિતાબેન રોહિત, લીલાબા ચાવડા, પુજાબેન કશ્યપ, ડો.હિનાબેન જાની, વાલબાઈ ગઢવી, દેવલબેન ઘેડા, પધાબા ચુડાસમા, ફરિદાબેન વાધેર, ખાલીદા માંજલિયા, ડો. આયશાબેન ખત્રી વગેરે નારીશક્તિની કામગીરીને પ્રોત્સાહનના ભાગરૂપે મહેમાનોએ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અદાણી વિદ્યા મંદિર-ભદ્રેશ્વરમાં ધોરણ ૧૦ પાસ કરી તાજેતરમાં ડિપ્લોમા ઇજનેર તરીકેનો અભ્યાસ પૂર્ણ કરનાર માછીમાર સમુદાયના આ પ્રથમ ઇજનેરમામદશકીલ ઓસમાનગની ની સાફલ્યગાથા શ્રી મહેન્દ્રભાઇ પરમાર દ્વારા શ્રોતાઓ સામે રજૂ કરવામાં આવી.

બે દાયકા અગાઉ શરુ થયેલ અદાણી ફાઉન્ડેશન શરૂઆતમાં મુંદરા તાલુકાનાં દરેક ગામે ગામ વિકાસની કામગીરી કરતાં કાર્યકરો અને સંસ્થાના વડાઓને મળીને શિક્ષણ, ગ્રામીણ આરોગ્ય, સાતત્યપૂર્ણ આજીવિકા અને માળખાકીય સુવિધાઓ, એમ આ ચાર ક્ષેત્રોમાં કામ કરવાનું નક્કી કર્યું અને આર્થિક રીતે પછાત વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે આજે સફળ પુરવાર થઇ રહી છે. અદાણી ફાઉન્ડેશન ની અનોખી પહેલ દ્વારા કચ્છના ગામોમાં શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને માળખાકીય સુવિધાઓ ના વિકાસ અંગે કટ્ટીબદ્ધ છે. બે દાયકા કરતા પણ વધુ સમયથી અદાણી ફાઉન્ડેશન કચ્છમાં જ્ઞાતિ, કોમ, ધર્મ, વર્ગ કે અન્ય કોઈપણ ભેદભાવ વગર સમાજ કલ્યાણ અને લોકોના ઉત્કર્ષ માટે સહાયક બની રહ્યું છે.

શરૂઆત ગ્રામ વિકાસમાં નિપુણ એવા બે કાર્યકરોથી શરૂ થયેલ કામગીરી આજે અદાણી ફાઉન્ડેશન ભારતના ૧૩ રાજ્યોમાં ૨૭૦ જેટલા સામાજિક કાર્યકરો અને શૈક્ષણિક કામ સાથે ૪૦૦ થી વધારે વિષય નિષ્ણાંતો ધરાવતી ટીમ ચેરપર્સન ડો. પ્રીતિબેન અદાણી, શ્રી પી.એન.રોય ચૌધરી સાહેબ, શ્રીવી.એ.ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે.

આ રજત મહોત્સવ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનની પાયાથી શરૂઆત કરનાર જીવણભાઈ ગઢવી, સુષ્માબેન ઓઝા તથા ગ્રામ વિકાસની કામગીરીનો વ્યાપ વધારનાર એવા શ્રી મુકેશ સકસેના સાહેબને ખાસ યાદ કરી તેઓના કામોને સતત પ્રેરણા અને પીઠબળ પૂરું પાડનાર શ્રી રક્ષિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં અદાણી હાઉસ ખાતે ઉજવણી કરવામાં આવેલ.

આ પ્રસંગે APSEZ ના એકિઝકયુટિવ ડાઇરેકટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું કે મુંદરાના કામ માટે ગૌતમભાઈ અદાણી અંગત રસ લે છે સાથે ડો. પ્રીતિબેન અદાણી પણ ગ્રામીણ સમુદાયની સમસ્યાના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજે આ અગિયાર નારી શક્તિને વંદન કરી વધુમાં કહ્યું કે હવે આ અગિયાર થી નહીં ચાલે ૨૦૦ થી વધારે બહેનો સન્માનીત થાય તેવા કામો કરીએ. માછીમાર સમુદાયના પ્રથમ ઈજનેરને સન્માનપત્ર સાથે ગ્રુપ કંપનીમાં કામ અને આગળ જતાં અદાણીમાં કામ આપવાની વાત સાથે માછીમાર સમુદાય શિક્ષણમાં આગળ વધે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી, તથા અદાણી ફાઉન્ડેશનની ટીમ જે પ્રતિબદ્ધતાથી કામ કરે છે તે બદલ શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે પોતાની વાતમાં જણાવ્યું કે આજે અદાણી ગ્રૂપના ૧૧ થી વધારે યુનિટ્સ કચ્છમાં ચાલી રહ્યા છે ત્યારે એક જવાબદાર જુથ તરીકે કામ કરી ૨.૫૦ લાખ હિતધારકો સુધી વિવિધ યોજના દ્વારા પહોચ્યા છીએ. હજુ પણ આ યાત્રા ચાલુ જ રહેશે. આ પ્રસંગે વિવિધ યુનિટ હેડ પણ હાજર રહેલ જેમાં એચ.આર. હેડ શ્રી અરિદમ ગોસ્વામી સાહેબ, કોર્પોરેટ અફેર્સ હેડ શ્રી સૌરભ શાહ સાહેબ, એન્વાયર્મેન્ટ હેડ ભાગવત શર્મા સાહેબ, અદાણી પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી સંજયભાઈ મહેતા, એ.વી.એમ.બી.ના આયાર્યા લાલીમેડમ સુકુમારન તથા અદાણી તુણા પોર્ટના શ્રી હિરેન શાહ સાહેબ વતી શ્રી ઈશ્વરભાઇ પરમાર હાજર રહેલ. તેઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગના ભાગરૂપે માછીમાર સમુદાયને સરકારી યોજનાની માહિતી અને સાધન સહાય માટેનો કાર્યક્રમ મુન્દ્રા સ્થિત અદાણી ગેસ્ટ હાઉસ પર મત્સ્યોધોગ વિભાગ સાથે રાખેલ. જેમાં તે વિભાગના વડા શ્રી સોલંકી સાહેબ તથા મહેશભાઇ દાફડાએ હાજર રહી જરૂરી માહિતી તથાસાધન સહાયના મંજૂરી પત્ર આપેલ. કોર્પોરેટ અફેર્સના હેડ શ્રી સૌરભ શાહ સાહેબે હાજર રહી કામગીરીને બિરદાવી હતી.
આ કાર્યક્રમની સફળતા માટે અદાણી ફાઉન્ડેશન ટીમ, ઉત્થાન સહાયક ટીમ તથા કોર્પોરેટ અફેર્સની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી. આ વિવિધ કાર્યક્રમોનું સૂત્ર સંચાલન પારસભાઈ મહેતા, દેવલબેન ગઢવી તથા કરશનભાઇ ગઢવીએ કરેલ જ્યારે આભારવિધી એસ.એલ.ડી. પ્રોજેકટ હેડ માવજીભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ.

અદાણી ફાઉન્ડેશન સમાજના પછાત તથા વંચિત લોકોને સી.એસ.આર ના વિવિધ પ્રોગ્રામની મદદથી શક્ય એટલા લોકોના જીવનમાં સ્મિત લાવીને બેહતર બનવાનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here