મોરબીના યમુનાનગર નજીકથી બોલેરો પીકઅપમાં દારૂની હેરાફેરી કરનાર ૨૮૭ બોટલ સાથે ઝડપાયો.

0
36


રિપોર્ટર:- મીત વ્યાસ

મોરબીના યમુનાનગર નજીકથી બોલેરો પીકઅપમાં દારૂની હેરાફેરી કરનાર ૨૮૭ બોટલ સાથે ઝડપાયો

મોરબીના યમુનાનગર વિસ્તારમાંથી બોલેરો પીકઅપ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને ઝડપી લઈને પોલીસે ૨.૫૯ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય ત્રણ આરોપીને નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમ્યાન યમુનાનગરથી ગોર ખીજડીયા જવાના રસ્તેથી પસાર થતી બોલેરો પીકઅપ કારને આંતરી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૨૮૭ બોટલ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ કીમત રૂ 1,૦૭,૬૨૫, એક મોબાઈલ કીમત રૂ ૨૦૦૦ અને બોલેરો ગાડી કીમત રૂ ૧.૫૦ લાખ મળીને કુલ રૂ ૨,૫૯,૬૨૫ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી રાયસી રણછોડભાઈ કોળી (ઉ.વ.૨૩) રહે ચોબારી તા. ભચાઉ કચ્છ વાળાને ઝડપી લેવાયો છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here