BTS દ્વારા ડેડીયાપાડા ધારાસભ્ય સહિત ૧૬ જણ વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચવા માંગ : જેલભરો આંદોલન ની ચીમકી

0
78



BTS દ્વારા ડેડીયાપાડા ધારાસભ્ય સહિત ૧૬ જણ વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચવા માંગ : જેલભરો આંદોલન ની ચીમકી

ફરિયાદ પરત ન ખેંચાય તો આદિવાસીઓ દ્વારા જેલભરો આંદોલન ની ચીમકી

આદીવાસી સમાજ આદીવાસી વિસ્તારમાં જાહેર સરકારી કાર્યક્રમોનો વિરોધ કરશે તેવી પણ ચીમકી

રાજપીપળા: જુનેદ ખત્રી

વિશ્વ આદીવાસી દિવસે ડેડીયાપાડા પોલીસે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા સહિત ૧૬ આગેવાનો વિરુદ્ધ સોશિયલ ડિસ્ટનસિંગના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો. આ ઘટના બાદ મામલો ગરમાયો છે

નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવા અને ગુજરાત પ્રદેશ BTS પ્રમુખ ચૈતર વસાવા અને BTP આગેવાન મહેશ ગેબુ વસાવા સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ ગુજરાતના રાજ્યપાલને આ મુદ્દે લેખિત રજુઆત કરતું આવેદન આપ્યું છે જેમાં જણાવ્યું છે કે ૯ મી ઓગષ્ટે વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી એ કોઈ રાજકીય કાર્યક્રમ ન હતો ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ કાર્યક્રમમાં પાર્ટીના નેતાની રીતે નહિ પણ સામાજિક આગેવાન તરીકે જોડાયા હતા, અને આ કાર્યક્રમમાં કોઈ સૂત્રોચ્ચાર પણ થયા ન્હોતા આ કાર્યક્રમમાં કોઈને સામુહિક આમંત્રણ અપાયું ન્હોતું પણ લોકો સ્વયંભૂ જોડાયા હતા ગુજરાત સરકાર દ્વારા પણ મોટા મોટા કાર્યક્રમો ગોઠવી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવામાં આવે છે

આદીવાસી આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે વિજય રૂપાણી સરકારના મંત્રીઓએ પણ ૧૪ જિલ્લા અને ૫૩ તાલુકાઓમાં ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કર્યા તો એમની સામે કેમ ફરિયાદ ન થઈ.ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પરવાનગી લીધી હતી તે છતાં ડેડીયાપાડા MLA સહિત ૧૬ આગેવાનો પર રાજકીય કિન્નખોરી રાખી ફરિયાદ કરી એ આદીવાસી સમાજનું અપમાન છે, આ કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ પણ બન્યો નથી.

વિશ્વ આદિવાસી દિવસનું આદીવાસી સમાજમાં મહત્વ ઘણું છે.આદીવાસી સમાજની એકતા અને જાગૃતતા જોઈ ગભરાયેલી સરકારે બીજી વાર આદિવાસીઓ ભેગા ન થાય એ માટે ખોટી ફરિયાદ દાખલ કરાવી છે.આદીવાસી સમાજ પોતાનો તહેવાર શિસ્તબદ્ધ રીતે ઉજવે છે ત્યારે બદલાની ભાવનાથી ફરિયાદ થાય છે.જો સરકાર અને તંત્ર આ કેસ પાછો નહિ ખેંચે તો આદિવાસી સમાજ જેલ ભરો આંદોલન કરશે અને આદીવાસી વિસ્તારમાં જાહેર સરકારી કાર્યક્રમોનો વિરોધ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here