કાલોલના વોડ નં.પાંચ ના મહિલા કાઉન્સિલર તથા તેમના પતિ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવા કોર્ટનો હુકમ

0
36


  1. પંચમહાલ.કાલોલ
    રિપોર્ટર.સાજીદ વાઘેલા
    ● માલિકીવગરની જમીન અને બેંક બાકી નું વાહન બાબતે પૈસા પડાવતા પતી પત્ની સામે ફરિયાદ.
    કાલોલના વોડ નંબર પાંચ ના મહિલા કાઉન્સિલર નફીસા બાનુ મોહમ્મદહનીફ અબ્દુલગની મન્સૂરી તથા તેમના પતિ મહમદ હનીફ અબ્દુલ ગની મન્સૂરી માજી કોર્પોરેટર દ્વારા કાલોલ તાલુકાના બાકરોલ ગામ ના રયજીભાઈ પુંજાભાઈ ગોહિલ સાથે મિત્રતા અને સંબંધો હોવાના કારણે નફીસા બાનુએ જણાવેલ કે હાલમાં ખૂબ જ દેવું થઈ ગયું છે આર્થિક ભીંસમાં છીએ નાણાંની જરૂર છે તો ભાદરોલી બુજર્ગ ગામે મારી ખેતીની જમીન છે જે તમને ગીરો લખી આપીએ તો ચારેક લાખ રૂપિયા આપો તેમ જણાવતા તા.૦૪/૦૪/૨૦૧૪ ના રોજ નોટરી રૂબરૂ ગીરોખત લખી આપેલ અને ત્યારબાદ રેવન્યુ સ્ટેમ્પ કરી બાકી પાવતીઓ પણ કરી આપી હતી અને છ માસમાં આ નાણાં ચૂકવી દેવાની હાજરી આપી હતી.થોડા સમય બાદ ફરિયાદી રયજીભાઈ ને ખબર પડી હતી કે જે જમીન ઉપર ગીરોખત લખી આપેલ છે તે જમીન નફીસા બાનું નામ પર છે આજે નહીં ત્યારબાદ મહિલા કાઉન્સિલર ના પતિ મોહમ્મદ અબ્દુલ ગની મન્સૂરી દ્વારા જણાવેલ કે તેઓની માલિકી ની ટાટા હાઈવા ગાડી વેચાણ આપવાની છે જેથી ફરિયાદી પાસે વાતચીત કરી રૂ ૧૩,૫૧,૦૦૦/ ની કિંમત નક્કી કરી અગાઉ આપેલા ચાર લાખ રૂપિયા બાદ કરી બાકીની રકમ પેટે રૂ ૪,૮૦,૦૦૦ રોકડા લીધેલ તથા તે અંગેનું વેચાણ કરાર તા ૦૩/૦૩/૨૦૧૬ ના રોજ કરી આપેલ અને છ માસમાં આ નાણાં ચૂકવી દેવાની બાંહેધરી આપી હતી તથા બાકીના હપ્તા ના રૂ ૪,૭૧,૦૦૦/ ફરીયાદી ભરશે ૮,૮૦,૦૦૦/ અમો ભરીશું તે બાબતનો વેચાણ કરાર કરેલ વાહન અર્બન બેંક માં લોન બાકી હોવાથી બેંકે સીઝ કરી લીધેલું જેથી ફરિયાદી દ્વારા મહિલા કાઉન્સિલર તથા તેમના પતિ પાસે ઉઘરાણી કરતા રૂ ૮,૮૦,૦૦૦/ નો ચેક આપવામાં આવ્યો હતો જે ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરતાં મહિલા કાઉન્સિલર તથા તેના પતિને જાણ કરતાં બંને ફરિયાદીને ઉધ્ધત જવાબ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી સમગ્ર બાબતે મહિલા કાઉન્સિલર તથા તેમના પતિ કે જેઓ પણ માજી કોર્પોરેટર રહી ચૂક્યા છે તેઓ ભેગા મળી ખેતર પંડી કરવાના ઈરાદે સમગ્ર કાર્યવાહી કરી હોવાથી કલર પોલીસ મથકે તા ૨૯/૦૭/૨૦૧૭ ના રોજ લેખિતમાં ફરિયાદ આપી હતી અને તેની જાણ જિલ્લા પોલીસ વડાને પણ કરવામાં આવી હતી.તેમ છતાં પોલીસ દ્વારા ગુના રજીસ્ટર કરવામાં ન આવતા કાલોલ કોર્ટમાં પોતાના વકીલ જે બી જોષી મારફતે ફરિયાદ દાખલ કરી હતી સમગ્ર મામલે કાલોલના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા વેચાણ કરાર નોટરી રૂબરૂ ના સંમતિ કરાર અસલ પાવતીઓ પોલીસને કરેલી લેખિત રજૂઆત તથા મળ્યા બદલની પાવતી ઓ જોતા વોર્ડ નંબર બે ના મહિલા કાઉન્સિલર તથા તેમના પતિ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરેલ છે તથા તપાસ પૂર્ણ થયેથી રિપોર્ટ અથવા ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હુકમ કરતા છેતરપિંડી કરનાર તત્વો માં ફફડાટ ફેલાયો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here