નેત્રંગ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભના દર્શન મુકતોએ કર્યા.

0
52 

સ્વામીજીને નેત્રંગ, ડેડીયાપાડા અને સાગબારાનો આદિવાસી વિસ્તાર ખૂબ ગમતો હતો.

સ્વામીજી આપને આજેપણ સાક્ષાત દર્શન આપી રહ્યા છે.પ્રેમસ્વરૂપસ્વામી સોખડા .

નેત્રંગ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિધામ સોખડાના સંત હરિપ્રસાદસ્વામીજી ધામમાં પ્રયાણ કરતા ત્યાં તેમના અંતિમ દર્શન નહિ કરી શકનારા મુકતોને એમના ચરણસ્પર્સનો લાભ મળે તેમાટે ગતરોજ હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભ નેત્રંગ ખાતે લાવવામાં આવ્યો હતો.આ અસ્થિકુંભના દર્શન અને શ્રધ્ધાસુમન અર્પણ કરવા આદિવાસી વિસ્તારમાંથી મુકતો શિસ્તબધ્ધ ઉમટી પડ્યા હતા.મુકતોએ સ્વામીજીના અસ્થિકુંભના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પ્રેમસ્વરૂપસ્વામી સોખડા :- નેત્રંગ અને આજુબાજુના મુકતો ખૂબ ભાગ્યશાળી છીએ .શકુરભાઈ અને લક્ષ્મણભાઈ ના મળ્યા હોત તો સ્વામી આપને અહીં મળ્યા ના હોત.સ્વામી ચૈતન્ય મંદિર બનાવવા આવ્યા હતા.સંપ ,સૃહદ અને એકતાનો ભાવ સ્વામીએ શીખવાડિયું છે.

પ્રેમસ્વરૂપસ્વામી ,પ્રબોધસ્વામી ,દાસ સ્વામી ,ભક્તિવલ્લભ સ્વામી ,લાભશંકર મહારાજ ,અશોકભાઈ પટેલ , અને નેત્રંગ ડેડીયાપાડા સાગબારા રાજપીપળા અને ભરૂચથી મુકતોએ હાજરી આપી સ્વામીજીના અસ્થિકુંભના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here